રાજકોટનાં ડોક્ટર દંપત્તી ડૉ.મનસુખ રંગાણી અને ડૉ.નીલા રંગાણીએ સદભાવના વૃદ્ધાશ્રમને ૩૦૦ વૃક્ષ માટે અનુદાન આપી ૩૦૦ વૃક્ષો દત્તક લીધા
રાજકોટનાં ડોક્ટર દંપત્તી ડૉ.મનસુખ રંગાણી અને ડૉ.નીલા રંગાણીએ સદભાવના વૃદ્ધાશ્રમને ૩૦૦ વૃક્ષ માટે અનુદાન આપી ૩૦૦ વૃક્ષો દત્તક લીધા
રાજકોટ કુદરતે બે પૈસા આપ્યા હોય તો લોકો યથાશક્તિ અનુદાન કરતા હોય છે. અનુદાન વિવિધ વસ્તુઓ માટે થાય છે. વર્તમાન સમયમાં પર્યાવરણની ખરાબ પરીસ્થિતિને જોઇને હવે પર્યાવરણ માટે શ્રીદાન આપવાનો સમય છે ત્યારે રાજકોટના નામી સર્જનદંપતી ડૉ.મનસુખ રંગાણી અને ડૉ.નીલા રંગાણીએ સદભાવના વૃદ્ધાશ્રમને ૩૦૦ વૃક્ષ માટે અનુદાન આપ્યું છે. આજે એ ઝાડ લહેરાઈ રહ્યાં છે.
પર્યાવરણ એ હવેની સૌથી મોટી સમસ્યા છે. પર્યાવરણનું જતન કરવું એ સૌ ની ફરજ છે, સૌ ની જવાબદારી છે. ડૉ.મનસુખ રંગાણીને પોતાની નાની દીકરીના જન્મદિવસે તેને વૃક્ષો વાવવાની ઈચ્છા થઇ તે જોઇને પોતાને પણ પ્રકૃતિ જતન કરવા માટેની પ્રેરણા મળી હતી. ડૉ.મનસુખ રંગાણી અને ડૉ.નીલા રંગાણીએ પોતાના ઘરમાં પણ ત્રણ ગાર્ડન બનાવ્યા છે અને પોતાનું વ્યસ્ત જીવન હોવા છતાં તેની નિયમિત જાળવણી પણ કરે છે.જયારે આ ડોક્ટર દંપત્તિ પોતાના અનુદાનથી ઉગાડેલા વૃક્ષોને જોવા જાય છે ત્યારે તેઓ પોતાના પરિવારનાં સભ્યોને મળતા હોય એવું લાગે છે. ૩૦૦ વૃક્ષોના બનેલા વનમાં પશુ, પક્ષીઓનાં અવાજોથી અદભૂત કુદરતી વાતાવરણ સર્જાય છે, મેડિટેશન થઈ શકે તેવું વાતાવરણ સર્જાયેલું હોય છે.
હવે ડોક્ટર દંપત્તિને જાપાનમાં જેમ ‘જંગલ બાથ’ જેવી પ્રવૃત્તિ થાય છે એવી રીતે વન વિશ્રામ કુટીર બનાવવાનો વિચાર છે. તેમણે આઈ.એમ.એ એસોસિએશન (ઇન્ડીયન મેડીકલ એસોસિએશન)ને પણ વૃક્ષો વાવવાની પ્રેરણા આપી છે.
ડોક્ટર દંપત્તિએ જણાવ્યું હતું કે વૃક્ષો સાથે માણસની યાત્રા માણસની દીવાસળીથી માંડીને અંતિમ સંસ્કાર સુધીની છે. વૃક્ષો આપણા ભાઈ જેવા જ કહેવાય. કોઈ પણ એક વ્યક્તિ પોતાના જીવનમાં અલગ અલગ રીતે ૨૨ ઝાડનો ઉપયોગ કરે છે. જયારે પર્યાવરણ માટે કશું કરવું હોય ત્યારે એક વ્યક્તિએ ૨૨ થી વધારે ઝાડ વાવવા જોઈએ. ઝાડ એ ઓક્સિજનનું કારખાનું છે. તુલસી, અજમો, કોથમીર, ફુદીનો વગેરેનો ઔષધિ તરીકે પણ ઉપયોગ થાય છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.