સરા ગામે નવરાત્રી મહોત્સવ યુવક મંડળ સાથે ખૈલૈયા માં અનેરો આનંદ - At This Time

સરા ગામે નવરાત્રી મહોત્સવ યુવક મંડળ સાથે ખૈલૈયા માં અનેરો આનંદ


*સરા ગામે નવરાત્રી પર્વ ની ઉત્સાહ સાથે ઉજવણી કરવા યુવક મંડળો સાથે ખૈલૈયા મા અનેરો ઉમંગ*

નવરાત્રી ના નવલા દિવસ ના પ્રથમ દિવસે સરા ગામના અંબાજીચોક નવદુર્ગા ચોક સહિત મેલડી માતાજી નુ મંદિ રે પ્રજાપતિ સમાજ ના વેરાઇ માતાજી ના મઢ સહિત વિવિધ યુવક મંડળો દ્રારા નવરાત્રી પર્વ ઉજવવા યુવકો અને ખેલૈયાઓ મા ભારે થનજનાટ જોવા મળી રહયો છે

આ વર્ષે સાંજીદા સાઉન્ડ સિસ્ટમ સહિત ચીજ વસ્તુ ઓના ભાવ વધારા થી બજેટ ખોરવાયા હતા અંબાજી ચોક ખાતે વર્ષો જુની અંબિકા માતાજી એ મા અંબા ના આરાધના કરતા ગરબા નુ યુવકો દ્રારા આયોજન કર વામા આવેલ છે નવદુર્ગા ચોક ખાતે નવદુર્ગા મંડળ દ્રારા ગરબા નુ આયોજન કરવામા આવેલ છે અતિ પ્રાચીન એવા મેલડી માતાજી એ ધોધાટ મુકત વાતાવરણ વચ્ચે મેલડી માતાજી ગરબી ના યુવાનો જહેમત ઉઠાવી રહયા છે પ્રજાપતિ સમાજ દ્રારા વેરાઇ માતાજી ના સાનિધ્ય મા નવરાત્રી ની દબદબાભેર ઉજવણી કરવામા આવશે રાજ શકિત ગૃપ દ્રારા શકિત માતાજી ના મંદિરે સુશોભિત શણગ્ર કરી શકિત માતાજી ની આરાધના કરશે સરા ગામે વિવિધ માતાજી ના દેવ સ્થાનો શણગાર સજજ કરી મા 

જગદંબા ની પુજા અર્ચના ધુપ દિપ સાથે ઉપવાસ કરી માઇ ભકતો નવરાત્રી આસ્થા સાથે ઉજવણી કરવામા આવશે મોટાભાગ ના માઇ મંદિરો મા કળશ સ્થાપના 

કરવામા આવેલ છે 

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon