પ્રાઇમ વોલીબોલ લીગ ની વિજેતા ટીમ અમદાવાદ ડિફેન્ડર્સ વર્લ્ડ ક્લબ ચેમ્પિયનશિપ માં ભારત નું પ્રતિનિધિત્વ કરશે - At This Time

પ્રાઇમ વોલીબોલ લીગ ની વિજેતા ટીમ અમદાવાદ ડિફેન્ડર્સ વર્લ્ડ ક્લબ ચેમ્પિયનશિપ માં ભારત નું પ્રતિનિધિત્વ કરશે


ચેમ્પિયન બનેલી અમદાવાદ ડિફેન્ડર્સ ની ટીમ અમદાવાદ ની મેહમાન બની

*અમદાવાદ, 12મી માર્ચ-2023:* પ્રાઇમ વોલીબોલ લીગ એ ભારતની સૌથી મોટી પ્રાઇવેટ વોલીબોલ લીગ છે જે બહુવિધ ફ્રેન્ચાઇઝીસ અને બેઝલાઇન વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડની સંયુક્ત માલિકીની છે. પ્રાઇમ વોલીબોલ લીગમાં કુલ 8 ટીમો સ્પર્ધા કરતી જોવા મળી હતી, જેમાં બેંગલોર, હૈદરાબાદ અને કોચીમાં મેચો રમાઇ હતી. લીગ 4 થી ફેબ્રુઆરીના રોજ શરૂ થઈ અને 5મી માર્ચ 2023 ના રોજ સમાપ્ત થઈ. લીગમાં ભાગ લેનારી અન્ય ફ્રેન્ચાઈઝીઓમાં બેંગલુરુ, ચેન્નાઈ, કાલિકટ, હૈદરાબાદ, કોચી, કોલકાતા અને મુંબઈનો સમાવેશ થાય છે. ટીમ અમદાવાદ ડિફેન્ડર્સે વર્ષ 2021-22ની ઉદ્ધઘાટન સિઝનમાં રનર્સ અપ રહ્યું હતું જ્યારે તાજેતરમાં સમાપ્ત થયેલી સિઝનમાં કોચી ખાતે રમાયેલી ગ્રાન્ડ ફિનાલેમાં બેંગલુરુ ટોર્પિડોઝને 3-2થી હરાવીને અમદાવાદ ડિફેન્ડર્સ પ્રથમ રુપે પ્રાઇમ વોલીબોલ લીગ જીતી હતી. ચેમ્પિયન બનેલી અમદાવાદ ડિફેન્ડર્સ ની ટીમ અમદાવાદ ની મેહમાન બની હતી.

*પ્રાઇમ વોલીબોલ લીગ ના સીઈઓ જોય ભટ્ટાચાર્ય એ જણાવ્યું કે* "અમને આજે અમદાવાદ ખાતે આવી ને એ જણાવતા આનંદ થાય છે કે ડિસેમ્બર મહિના માં રમાનારી વર્લ્ડ ક્લબ ચેમ્પિયનશિપ માં અમદાવાદ ડિફેન્ડર્સ ની ટીમ ભારત નું પ્રતિનિધિત્વ કરશે. સમગ્ર ભારત માં વોલીબોલ વિષે જાગરૂક કરવા માટે પ્રાઇમ વોલીબોલ લીગ એ મહત્ત્વ ની ભૂમિકા ભજવી છે અને વર્લ્ડ ક્લબ ચેમ્પિયનશિપ માં ટીમ નું રામનું ખુબજ ગૌરવ ની વાત છે જે અમારી ઓલમ્પિક્સ માટે ની તૈયારી ની એક પહેલ છે."

*અમદાવાદ ડિફેન્ડર્સ ટીમ ના માલિક શ્રી ડી જી ચૌધરી એ જણાવ્યું કે* "અમે ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ને મળ્યા તેમણે ટિમ સાથે મળી ને બધાનો જુસ્સો વધાર્યો હતો. અમે આશા રાખીયે છીએ કે જાન્યુઆરી-2024 માં થનારી પ્રાઇમ વોલીબોલ લીગ - સીઝન 3 ની કેટલીક મેચો ગુજરાત માં રમાડવામાં આવે જેથી ટીમ ને પોતાના લોકો વચ્ચે રમી ને વધુ જુસ્સો મળી રહે."

વિશાલ બગડિયા
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.