જામનગરના પંચકોશી બી. ડીવીઝનના પોલીસ સ્ટાફ દ્વારા 'તેરા તુજકો અર્પણ' પ્રોગ્રામ અંતર્ગત ત્રણ આસામીઓના મોબાઈલ ફોન શોધી આપ્યા - At This Time

જામનગરના પંચકોશી બી. ડીવીઝનના પોલીસ સ્ટાફ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત ત્રણ આસામીઓના મોબાઈલ ફોન શોધી આપ્યા


જામનગરના પંચકોશી બી. ડીવીઝનના પોલીસ સ્ટાફ દ્વારા 'તેરા તુજકો અર્પણ' પ્રોગ્રામ અંતર્ગત ત્રણ આસામીઓના મોબાઈલ ફોન શોધી આપ્યા

જામનગરના પંચકોશી બી. ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે "તેરા તુજકો અર્પણ" અભિયાન હાથ ધરીને ત્રણ આસામીઓના ખોવાયેલા મોબાઈલ ફોન શોધી આપીને પરત કરવાનું સફળ કામ કર્યું છે. લાલપુર વિભાગના પોલીસ અધીક્ષક શ્રી પ્રતીભા ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે.રાઠોડ દ્વારા આ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સીઈઆર પોર્ટલની મદદથી પોલીસે ખોવાયેલા મોબાઈલ શોધી કાઢ્યા હતા, અને અરજદારોને પરત કર્યા હતા. અત્યાર સુધીમાં ત્રણ અરજદારોને તેમના ખોવાયેલા મોબાઈલ પરત મળ્યા છે. જેમાં સુરેશ શીવપ્રસાદ કુમાર, ટેકસિંધ ખડકસિંઘ અને સંજયભાઈ ડાયાભાઈ નનેરાના મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. એ ત્રણેય મોબાઈલ ફોન શોધીને પરત કરી આપતાં ત્રણેય આસામીઓએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.