આજે સિહોર શહેર અને તાલુકા ભાજપ આયોજિત ભાવનગર જિલ્લા ભાજપ નવનિયુક્ત પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલનો બંધન પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો - At This Time

આજે સિહોર શહેર અને તાલુકા ભાજપ આયોજિત ભાવનગર જિલ્લા ભાજપ નવનિયુક્ત પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલનો બંધન પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો

આજે સિહોરના બંધન પાર્ટી પ્લોટ ખાતે આજરોજ
સોમવારની ઢળતી સાંજે સિહોર શહેર અને તાલુકા ભાજપ દ્વારા નવનિયુક્ત જિલ્લા
દિગ્વિજયસિંહ ગોહિલનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. પ્રદેશ ભાજપના મંત્રી
અને રાજકોટ જિલ્લાની જવાબદારી વહન કરતા ધવલ દવેની વિશેષ ઉપસ્થિતિ સાથે
કાર્યક્રમની શરૂઆત દિપપ્રાગટય સાથે કરવામાં આવી હતી. શહેર અને તાલુકા
ભાજપની ટીમ અને વિવિધ મોરચાઓએ નવનિયુક્ત પ્રમુખનું મોમેન્ટો અને શાલ
ઓઢાડી સન્માન કર્યું હતું. વિવિધ સમાજના પ્રતિનિધિઓએ પણ તેમનું સન્માન કર્યું
હતું. જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે
ભાજપમાં સંગઠન પ્રક્રિયા સંપૂર્ણ લોકશાહી ઢબે થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે
પક્ષમાં કાર્યકરનું સ્થાન સૌથી મહત્વનું છે. પ્રમુખ અને જવાબદારીઓ
આવે-જાય છે, પરંતુ કાર્યકર એ પક્ષની કાયમી મૂડી છે. આગામી
સમયની રણનીતિ અંગે પોતાના સંબોધનમાં જણાવ્યું કે સંગઠનથી જ
સરકાર બને છે. તેમણે સંગઠનને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો
હતો. વધુમાં કહ્યું કે સરકારની યોજનાઓનો લાભ વધુને વધુ લોકો સુધી
પહોંચે તે જરૂરી છે. સરકારે કરેલા લોકહિતના કામો અને વિકાસના
કાર્યોની માહિતી સંગઠનના માધ્યમથી પ્રજા સુધી પહોંચાડવાનું આહ્વાન
કર્યું હતું.આજે સિહોરના બંધન પાર્ટી પ્લોટ ખાતે આજરોજ

કર્યું હતું.ધવલ દવેએ સમારોહ પ્રસંગે ભાજપના
હોદ્દેદારો અને કાર્યકરોને શીખ આપતાં જણાવ્યું હતું કે ભાજપ એ
આપણી માત્ર સંસ્થા છે અને માતૃ સંસ્થા માટે આપણે કામ કરવું જોઈએ
તેમણે પેજ પ્રમુખો અને કાર્યકરોને પણ આગામી સમયમાં ભાજપા
સંગઠનને વધુ મજબુત બનાવવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
દવેએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપા રાજ્યના દરેક જ્ઞાતિ સમાજના સર્વાંગી વિકાસ
માટે કટિબદ્ધ છે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તેમજ મુખ્યમંત્રી
ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યની ભાજપા સરકાર સર્વસમાવેશી વિકાસનીતિને
અનુસરીને જનહિતના વિવિધ નિર્ણયો કરી રહી છે. કાર્યક્રમ વેળાએ શહેર અને તાલુકા
જિલ્લા ભાજપના આગેવાન, અગ્રણી, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image