નેત્રંગના રાજાકુવા ગામની સીમમાં દીપડાએ દશ વર્ષની બાળકી પર હુમલો કરતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું.બાળકી બકરા ચરાવવા ગઈ હતી તે દરમ્યાન અચાનક જ દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. - At This Time

નેત્રંગના રાજાકુવા ગામની સીમમાં દીપડાએ દશ વર્ષની બાળકી પર હુમલો કરતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું.બાળકી બકરા ચરાવવા ગઈ હતી તે દરમ્યાન અચાનક જ દીપડાએ તેના પર હુમલો કર્યો હતો.


ભરૂચના નેત્રંગ પંથકનો બનાવ
રાજાકુવા ગામે દીપડાનો હુમલો
10 વર્ષીય બાળકીનું મોત નિપજ્યું
બાળકી ગામની સીમમાં બકરા ચરાવવા ગઈ હતી
પરિવાર પર આભ તૂટી પડ્યું
ભરૂચના નેત્રંગના રાજાકુવા ગામની સીમમાં દીપડાએ દશ વર્ષની બાળકી પર હુમલો કરતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું.બાળકી બકરા ચરાવવા ગઈ હતી તે દરમ્યાન અચાનક જ દીપડાએ તેના પર હુમલો કર્યો હતો.
ભરૂચના નેત્રંગ પંથકના રાજાકુવા ગામે દીપડાના હુમલામાં દસ વર્ષથી બાળકીનું મોત નિપજતા ખળભળાટ જવા પામ્યો છે. રાજાકુવા ગામ ખાતે રહેતી 10 વર્ષીય લીલા કોટવાડિયા ગતરોજ મોડી સાંજના સમયે ગામની સીમમાં બકરા ચરાવવા ગઈ હતી તે દરમિયાન દીપડાએ અચાનક તેના પર હુમલો કરી દીધો હતો.દીપડાના હુમલાના કારણે બાળકી લોહીલુહાણ હાલતમાં થઈ ગઈ હતી અને તેને ગંભીર ઈજા પહોંચી હતી.જેના પગલે તેનું કરુણ મોત નીપજ્યું હતું. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નેત્રંગ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા સહિતના આગેવાનો દોડી ગયા હતા અને બનાવ બાબતે વિગતો મેળવી હતી. ધારાસભ્ય દ્વારા નેત્રંગ વન વિભાગને દીપડાને પકડવા ઝડપથી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ તરફ વન વિભાગ દ્વારા ગામની આસપાસ પાંજરું ગોઠવી આદમખોર દીપડાને ઝડપી પાડવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. બાળકીના માતા-પિતા મજૂરી કામ અર્થે ગયા હતા અને બાળકી તેના દાદા સાથે રહેતી હતી ત્યારે દીપડાના હુમલામાં તેનું મોત નીપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

આ અંગે વાઈલ્ડ લાઈફ તજજ્ઞ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ જે દીપડા છે તે શેરડીના ખેતરમાં વસવાટ કરે છે અને તેઓને કોઈપણ જાતની ચીપ વગર જંગલમાં છોડી દેવામાં આવે છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે દીપડાને 200 થી 300 કી.મી. દૂર છોડવામાં આવે તો પણ તે પોતાની મૂળ જગ્યાએ પરત ફરે છે. આ ઉપરાંત દીપડાને જંગલમાં છોડી મૂકવામાં આવતા માનવો અને દીપડા વચ્ચે ઘર્ષણ વધે છે અને તેના કારણે દીપડાના હુમલાના બનાવો વધ્યા છે ત્યારે વન વિભાગ દ્વારા આ અંગે ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી કરી જનજાગૃતિ માટેના કાર્યક્રમમાં યોજાવા જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ રાજાકુવા ગામની બાજુમાં જ આવેલવણખૂંટા ગામે દીપડાના હુમલામાં એક બાળકનું મોત નિપજ્યું હતું ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના હુમલાના કારણે થતા મોત ચિંતાનો વિષય બન્યો છે આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે છે અત્યંત જરૂરી છે.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.