મોબાઈલ સાથે પકડાયેલો વિદ્યાર્થી બે વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે દિવસ માટે મળેલી EDAC (એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટી)ની બેઠકના બીજે દિવસે પરીક્ષા દરમિયાન ચોરી કે ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓનું હિયરિંગ હાથ ધરાયું હતું જેમાં ઓક્ટોબર-નવેમ્બર-2022માં લેવાયેલી બીએસસી સેમેસ્ટર-3ની પરીક્ષામાં મોબાઈલ સાથે પકડાયેલા વિદ્યાર્થી સોજિત્રા અભયને 1+4 એટલે કે બે વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકવાની સજા ફટકારવામાં આવી છે જ્યારે બાકીના 42 વિદ્યાર્થીઓને 1+1 સેમેસ્ટરની સજા ફટકારાઇ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.