સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને સાયબર ક્રાઇમ સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ. - At This Time

સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને સાયબર ક્રાઇમ સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ.


વર્ષ ૨૦૨૩માં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોને કુલ રૂ.૭૪ લાખ ૨૩ હજાર પરત અપાવ્યા.

સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષક વી.બી.જાડેજાના અધ્યક્ષસ્થાને નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે સાયબર ક્રાઇમ સંદર્ભે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી આ પત્રકાર પરિષદમાં સંબોધન કરતા નાયબ પોલીસ અધિક્ષક વી.બી.જાડેજાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ટીમ દ્વારા લોકોના ફ્રોડમાં ગયેલા નાણા પરત અપાવવાની સરહાનીય કામગીરી થઈ રહી છે જિલ્લામાં લોકોના સાઇબર ફ્રોડમાં ગયેલા નાણા પરત અપાવવાની કામગીરી અંતર્ગત ૩૮% કામગીરી કરી લોકોને વધુમાં વધુ નાણાં પરત કરાવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ ૨૦૨૩માં કુલ ૧૪૦૫ જેટલી નાણાકીય ફ્રોડની અરજીઓ મળી હતી સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોને પોલીસ સ્ટેશન બોલાવી મે.ચીફ જ્યુડી.કોર્ટ સુરેન્દ્રનગર ખાતે અરજીઓ દાખલ કરાવી કુલ રૂ.૭૪ લાખ ૨૩ હજાર પરત અપાવ્યા છે જયારે વર્ષ ૨૦૨૪માં જૂન માસ સુધીમાં કુલ ૧૪૫૧ નાણાકીય ફ્રોડની અરજીઓ આવી હતી આ અરજીઓ આધારે કુલ રૂ.૧૨ કરોડ ૮૪ લાખ જેટલા નાણા ફ્રોડમાં ગયા હતા જે પૈકી સી.આઈ.ડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા રૂ.૧ કરોડ ૭૦ લાખ ફ્રીઝ કરવામાં આવ્યા હતા ફ્રીઝ થયેલા તમામ નાણા અરજદારઓને બોલાવી નામદાર કોર્ટ મારફતે લોક અદાલત યોજી પરત આપવાની કામગીરી ચાલુ છે જિલ્લાના લોકોમાં સાયબર ક્રાઇમ બાબતે જાગૃતિ લાવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, સુરેન્દ્રનગર તથા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન દ્વારા ૩૫૦થી વધુ સાયબર અવેરનેસના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે વધુમાં તેમણે જિલ્લાના દરેક નાગરિકોને અપીલ કરતાં ઉમેર્યું હતું કે, જો સાયબર ક્રાઇમનો ભોગ બનો તો તુરંત જ ૧૯૩૦ પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.