ગોવિંદાનું નામ સાંભળી પત્ની સુનિતાએ ચાલતી પકડી!:ફોટોગ્રાફરે પૂછ્યું- સર કૈસે હૈં? ગુસ્સામાં વાત અધૂરી છોડી દીધી, દીકરો પણ જોતો રહી ગયો - At This Time

ગોવિંદાનું નામ સાંભળી પત્ની સુનિતાએ ચાલતી પકડી!:ફોટોગ્રાફરે પૂછ્યું- સર કૈસે હૈં? ગુસ્સામાં વાત અધૂરી છોડી દીધી, દીકરો પણ જોતો રહી ગયો


એક્ટર ગોવિંદાની પત્ની સુનિતા આહુજાએ તાજેતરમાં મુંબઈમાં આયોજિત બોમ્બે ફેશન વીકમાં હાજરી આપી હતી. સુનિતાએ તેના પુત્ર યશવર્ધન સાથે રેમ્પ વોક પણ કર્યું હતું. સુનિતા આહુજાનો બીજો એક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં ગોવિંદાનું નામ સાંભળતા જ તેના ચહેરાના હાવભાવ બદલાય જાય છે અને ત્યાંથી જતી રહે છે. રેમ્પ વોક પછી સુનિતાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. મીડિયાએ તેને પૂછ્યું- તમે કેમ છો? આનો જવાબ તેણે સ્માઈલ સાથે આપ્યો, મજામાં, લુક કેવો લાગી રહ્યા છે? આના પર પાપારાઝીએ કહ્યું- ખૂબ જ સરસ લાગે છે. આ પછી એક ફોટોગ્રાફરે સુનિતાને પૂછ્યું- મેડમ, સરને કેમ છે? આ સાંભળીને સુનિતા તરત જ પુત્ર યશવર્ધનને મૂકી ચાલતી પકડે છે. આ સમયે તેના ચહેરાના હાવભાવ પણ સંપૂર્ણપણે બદલાઈ ગયા હતા. બોમ્બે ફેશન વીકમાં જ્યારે સુનિતાએ તેના પુત્ર યશવર્ધન સાથે રેમ્પ વોક કર્યું, ત્યારે ફોટોગ્રાફરોએ ગોવિંદાની ગેરહાજરી પર સવાલ કર્યો હતો. જ્યારે સુનિતા રેમ્પ પર પોઝ આપતી હતી ત્યારે ફોટોગ્રાફરે પૂછ્યું, ગોવિંદા સાહેબ ક્યાં છે? શરૂઆતમાં ફોટોગ્રાફરને અવગણ્યા પછી, સુનિતાએ પછી હાથથી કંઈ ન કહેવાનો ઈશારો કર્યો અને બધાને ચૂપ કરી દીધા. આ રીતે એક જ ઈવેન્ટમાં બે વખત સુનિતાની સામે ગોવિંદાનું નામ પડતાં તેણે વાતને ઇગ્નોર કરી મૌન સેવ્યું હતું. છૂટાછેડાના સમાચારને કારણે ગોવિંદા-સુનિતા હેડલાઇન્સમાં હતા
થોડા સમય પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે ગોવિંદા અને સુનિતા આહુજા છૂટાછેડા લેવાના છે. એવા પણ અહેવાલો હતા કે બંને લાંબા સમયથી અલગ રહે છે. તેના વકીલે મીડિયાને એમ પણ જણાવ્યું હતું કે- થોડા સમય પહેલા સુનિતાએ કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. જોકે, વિવાદોમાં ઘેરાયા બાદ, સુનિતાએ મીડિયા ઇન્ટરવ્યૂમાં આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યાં હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image