કલેકટર કચેરીના ગ્રાઉન્ડમાં ઘુસી ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ: અનેક અરજદારો દંડાયા
શહેરમાં હેલ્મેટના કાયદાની અમલવારી કરાવવા માટે છેડાયેલ ઝુંબેશમાં ટ્રાફીક પોલીસે આજે કલેકટર કચેરીનો ગ્રાઉન્ડમાં ઘુસી હેલ્મેટ વગરના દ્વીચક્રી વાહનચાલકોને ધડાધડ દંડના મેમા ફટકાર્યા હતા જેમાં અનેક અરજદારો દંડાયા હતા.
હેલ્મેટના કાયદાની અમલવારી સૌપ્રથમ સરકારી કચેરીઓના કર્મચારીઓ અને પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ કરાવવા માટે રાજયના પોલીસ વડા દ્વારા સૂચના આપવામાં આવી છે પરંતુ શહેર ટ્રાફીક પોલીસના કર્મચારીઓ માર્ચ એન્ડીંગનો ટાર્ગેટ પુરો કરવો હોય તેમ આડેધડ દંડની વસુલાત કરી રહ્યાની ફરિયાદો ઉઠી છે.
જેમાં આજે ટ્રાફીક પોલીસના કર્મચારીઓએ કલેકટર કચેરીના ગેઈટની અંદર ઘુસી કચેરીના ગ્રાઉન્ડમાં જ પડાવ નાંખી હેલ્મેટ વગરના વાહનચાલકોને અટકાવી ધડાધડ દંડના મેમા ફટકાર્યા હતા જેમાં અનેક અરજદારો દંડાતા આવા અરજદારોમાં ટ્રાફીક પોલીસની કામગીરી અંગે કચવાટ જાગેલ હતો.
ટ્રાફીક પોલીસની આ કાર્યવાહીના મામલે કલેકટર કચેરીના ગેઈટ પરના સિકયુરીટીમેને ટ્રાફીક પોલીસમેનોને ગેઈટની બહાર રહી આ કામગીરી કરવાની સૂચના હોવાનું જણાવ્યું હતું. પરંતુ પોલીસે કલેકટર કચેરીના ગ્રાઉન્ડમાં પ્રવેશી હેલ્મેટ વગરના વાહન ચાલકોને દંડના મેમા પકડાવાનું શરૂ રાખેલ હતું. જેની સામે વાહન ચાલકોમાં નારાજગી છવાયેલ હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
