રાજકોટમાં કાર બ્રોકરે ત્રણ વેપારીઓને રૂ.53.60 લાખનું બૂચ માર્યું - At This Time

રાજકોટમાં કાર બ્રોકરે ત્રણ વેપારીઓને રૂ.53.60 લાખનું બૂચ માર્યું


માહિતી મુજબ શહેરમાં 150 ફુટ રીંગ રોડ પર આંબેડકરનગર ચોક પાસે શ્રીનાથજી ઓટો કેર નામની પેઢીધરાવતા અનિલ ગગુભાઈ ચાવડા (રહે. શ્રીનાથજી સોસાયટી-6, મવડી) એ કિશન ઉર્ફે ભાણો મારું નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.જેમાં તેને જણાવ્યું હતું કે,તે કિશનને દસેક વર્ષથી ઓડખે છે તે પણ કા2 લે-વેચના ધંધા સાથે સંકળાયેલો છે. ગઈ તા.3 ના રોજ કિશન તેની ઓફિસે આવ્યો હતો અને ડેલામાં પડેલી સ્વીફટનો રૂા.6.20 લાખ અને સેલ્ટોઝનો રૂા.16.65 લાખમાં સોદો કર્યો હતો. બંને ગાડીના બાના તરીકે રૂા.એક લાખ આપ્યા હતા.બે દિવસ બાદ કિશન ફરીથી ડેલે આવ્યો હતો અને લોન માટે ફોટા પાડવાના છે તેમ કહી સ્વીફટ કાર લઈ ગયો હતો.
આ જ બાના હેઠળ બપોરે સેલ્ટોઝ કાર લઈ ગયો હતો. રાત્રીના બંને કાર પાછી આપવાની હતી તે વખતે કિશનને ફોન કરતા તેનો નંબર સ્વીચ ઓફ મળ્યો હતો. વધુ તપાસ કરતા કિશન ક્રિષ્ના ઓટો ક્નસલ્ટ નામની ઉમેશ જેસંગભાઈ મારૂ અને ભરતભાઈ બાબુભાઈ મકવાણા સાથે પણ હ્યુંડાઈની ક્રેટા કારનો રૂા.16.50 લાખમાં અનેસ્વીફટ કારનો રૂા.6.75 લાખમાં સોદો કરી બાના પેટે રૂા.5.50 લાખ આપીને આ જ રીતે લોન કરાવવાના બહાને કારના ફોટા પાડવા છે.તેમ કહી બંને કાર લઈ ભાગી ગયાની માહિતી મળી હતી. એટલુ જ નહી બંટી ઓટો ક્ધસલ્ટ નામની પેઢી ધરાવતા સંજયભાઈ મેહુલભાઈ મારૂ સાથે ફોરચ્યુનલ કારનો રૂા.28 લાખમાં સોદો કરી બાના પેટે રૂા૧.પ લાખ આપી તે પણ કાર લઈ જતો રહ્યો હતો.આ રીતે તે કુલ પાંચ કાર જેની કિંમત કુલ રૂા.પર.60 લાખ તે લઈ જઇ પલાયન થઈ ગયો હોવાની માલવિયા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon