રાજકોટ ‘‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’’ ની ઉજવણી અંતર્ગત મહિલા સ્નાનાગાર તથા ‘એકવા યોગ’ નું આયોજન કરાવામાં આવેલ.
રાજકોટ શહેર તા.૨૧/૬/૨૦૨૨ ના રોજ "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરભરમાં જુદા-જુદા કુલ-૮૧ સ્થળોએ સામુહિક યોગ કાર્યક્રમ યોજાએલ જેમાં કેટલાંક સ્થળોએ એક્વા યોગ, એક્સપર્ટ યોગ, દિવ્યાંગ યોગ સહિતના વિશિષ્ટ કાર્યક્રમો યોજાયેલ. યોગ દિવસનું વિશિષ્ટ આકર્ષણ એવા ‘એકવા યોગ’ કાર્યક્રમ શ્રી જીજાબાઈ મહિલા સ્નાનાગાર (સાધુવાસવાણી રોડ) તથા શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગાર (રેસકોર્સ) ખાતે આયોજન કરવામાં આવેલ. આ એક્વાયોગ કાર્યક્રમમાં આશરે ૨૨૫ થી પણ વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ તેમજ દેશભક્તિના ગીતની કૃતિ પર પાણીમાં તરતા રહીને વિવિધ યોગાસનો કરેલ. આ પ્રસંગે ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહે જણાવેલ કે યોગ સ્વયંના માધ્યમથી સ્વયં સુધી પહોચવાની યાત્રા છે. ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી આજે સમગ્ર વિશ્વભરમાં યોગને સ્વીકૃત કરી અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખુબ ઉત્સાહથી ઉજવણી થઇ રહી છે. ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ચાલુ સાલની થીમ ‘યોગ ફોર હ્યુમેનીટી' છે. યોગ એટલે ‘જોડવું’ યોગ વ્યક્તિના મન, શરીર અને પર્યાવરણને જોડે છે. આજના દિવસે યોગને એક દિવસ પુરતો સીમિત ન રાખી, આપણા સર્વેના જીવનનો અભિન્ન હિસ્સો બનાવી, વધુને વધુ લોકો યોગના માધ્યમથી સ્વસ્થ અને તંદુરસ્ત રહે, તેવી તેમણે શુભેચ્છા પાઠવેલ. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, રાજકોટ જીલ્લા પ્રભારી રક્ષાબેન બોળીયા, ડેપ્યુટી મેયર ડૉ.દર્શિતાબેન શાહ, અગ્રણી વંદનાબેન ભારદ્વાજ, કોર્પોરેટર દક્ષાબેન વસાણી, આશાબેન ઉપાધ્યાય, શહેર ભાજપ મહિલા મોરચા મંત્રી માધવીબેન ઉપાધ્યાય, વોર્ડનં.૨ના મહિલા મોરચા પ્રમુખ દીવ્યાનીબેન રાવલ, વોર્ડ કોષાધ્યક્ષ સીમાબેન, મહિલા મોરચાના અગ્રણી હિનાબેન, અમીબેન, અલ્પાબેન તથા રાજકોટ મહાનગરપાલિકાના આસી.કમિશનર વાસંતીબેન પ્રજાપતિ, મહિલા કર્મચારી અગ્રણી સુધાબેન, જ્યોત્સનાબેન વિગેરે ઉપસ્થિત રહેલ.
રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.