જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી લેણા માટે ૧૦૦ ટકા વ્યાજ માફી યોજના
જામનગર મહાનગરપાલિકા દવારા તા.૩૧/૦૩/૨૦૦૬ સુધીનાં રેન્ટબેઈઝ પધ્ધતિ મુજબ તથા તા.૦૧/૦૪/૨૦૦૬ થી તા.૩૧/૦૩/૨૦૨૪ સુધી નાં કારપેટ બેઈઝ પધ્ધતિ મુજબનાં મિલ્કત વેરા /વોટર ચાર્જીસ / વ્યવસાય વેરા તથા કારખાના લાયસન્સ ફી અને ભાડા ની રકમ પર ૧૦૦ ટકા વ્યાજ માફી યોજના તા.૧૫/૦૨/૨૦૨૫ થી તા.૩૧/૦૩/૨૦૨૫ સુધી જાહેર કરવામાં આવી છે.
આથી જે બાકીદારોનો મિલ્કતવેરા/વોટર ચાર્જીસ/વ્યવસાય વેરા તથા તેને સંલ્ગન અન્ય વેરાઓ ભરવાના બાકી હોય તેવા બાકીદારોને ૧૦૦ ટકા વ્યાજમાફી યોજના નો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકામાં ટેક્સ સ્વીકારવા માટે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ના મુખ્ય કેશ કલેક્શન વિભાગ,ઉપરાંત શરૂ સેક્શન સિવીક સેન્ટર, રણજીતનગર સિવીક સેન્ટર, ગુલાબનગર સિવીક સેન્ટર, મોબાઈલ કલેક્શન વેન, જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ www.mcjamnagar.com, એચ.ડી એફ.સી.બેંક , આઇ ડી બી આઈ બેન્ક , નવાનગર બેંક ની તમામ બ્રાન્ચ માં પણ ભરપાઈ કરી શકશે. આ ઉપરાંત એચ.ડી એફ.સી.બેંક ની ગ્રીન સીટી તથા સમર્પણ સર્કલ ખાતે નવી ખોલવા માં આવેલ બ્રાંચો માં પણ ટેક્સ ભરપાઈ કરી શકાશે. તેમ જામનગર મહાનગર પાલિકા નાં આસી. કમિશ્નર (ટેકસ) ની યાદી માં જણાવાયું છે.
બ્યુરોચીફ
જામનગર
સાગરકુમાર બોદ્ધ
9662246157
આ પ્રકારના તમામ સમાચાર માટેે
