અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે રિક્ષા સ્ટેન્ડ ની રજૂઆત .. - At This Time

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે રિક્ષા સ્ટેન્ડ ની રજૂઆત ..


જય ભારત સાથે જણાવવાનું કે આજરોજ સ્થળ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કચેરી દાણાપીઠ અમદાવાદ ખાતે રિક્ષા ડ્રાઇવરો માટે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં રિક્ષા સ્ટેન્ડની ફાળવણી કરવામાં આવે તે બાબતે રૂબરૂ રજૂઆત કરવામાં આવશે તેમજ લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવશે. સાથે જ રીક્ષા ડ્રાઇવરો દ્વારા ભરેલા ફોર્મ પણ એક ફાઈલ સ્વરૂપે આપવામાં આવશે. જેથી જેમ બને તેમ જલ્દી રિક્ષા સ્ટેન્ડની ફાળવણી કરે કારણ કે છેલ્લા પાંચ વર્ષથી કોઈપણ નવા રિક્ષા સ્ટેન્ડની ફાળવણી કરેલ નથી અને છેલ્લા પાંચ વર્ષમાં રીક્ષા ની સંખ્યા વધી રહી છે તો તેના અનુસંધાને રિક્ષા સ્ટેન્ડ પણ હોવા જરૂરી છે. રિક્ષા સ્ટેન્ડ ન હોવાના કારણે રિક્ષા ડ્રાઇવર ગમે ત્યાં ઊભા રહે છે તો તેને ટ્રાફિક પોલીસ હેરાનગતિ કરે છે તેમજ તે રિક્ષા ડ્રાઇવર ટ્રાફિકનું કારણ પણ બને છે તો આવું ના થાય માટે હાલ રિક્ષા સ્ટેન્ડ ના ફોર્મ ડ્રાઇવરો દ્વારા ભરવામાં આવ્યા છે જેમાં રીક્ષા ડ્રાઇવરનું નામ તેનો મોબાઈલ નંબર તેનો રિક્ષા નંબર તેમજ તેની સહી સાથેનું ફોર્મ ગ્રુપમાં લઈ અને તે ફોર્મ આજરોજ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રી ને આપવામાં આવશે.
ઉપરોક્ત બાબતે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણા તેમજ કારોબારી કમિટી મેમ્બર તેમજ અલગ અલગ એરિયાના પ્રમુખની હાજરી રહેશે. .
અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન

રિપોર્ટ, નિતેશ બગડા,અમદાવાદ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.