પોરબંદર જિલ્લામાં વરસાદી પાણીના પ્રવાહ વચ્ચે પીજીવીસીએલની ૨૭૦ ટીમોએ રાઉન્ડ ધ કલોક કામગીરી કરી વીજ પુરવઠો શરૂ કર્યો - At This Time

પોરબંદર જિલ્લામાં વરસાદી પાણીના પ્રવાહ વચ્ચે પીજીવીસીએલની ૨૭૦ ટીમોએ રાઉન્ડ ધ કલોક કામગીરી કરી વીજ પુરવઠો શરૂ કર્યો


પોરબંદર જિલ્લામાં વરસાદી પાણીના પ્રવાહ વચ્ચે પીજીવીસીએલની ૨૭૦ ટીમોએ રાઉન્ડ ધ કલોક કામગીરી કરી વીજ પુરવઠો શરૂ કર્યો

૦૦૦

જિલ્લા વહીવટી તંત્ર અને પીજીવીસીએલના સંકલનથી વીજ સેવા શરૂ કરવા યુદ્ધનાં ધોરણે કામગીરી

૦૦૦

પોલની નીચે પાણી ઉપર કામગીરી: ૨૩૮ પોલ ઉભા કરી અસરગ્રસ્ત ૨૦ હજાર પરિવારના ઘરે અંધારપટ દૂર કર્યો

પોરબંદર તા.૨૧ પોરબંદર જિલ્લામાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં અંધારપટ્ટ છવાઈ જતા પીજીવીસીએલએ યુદ્ધના ધોરણે ચાલુ વરસાદમાં નીચે પાણીનો પ્રવાહ વહેતો હતો છતાં રાત દિવસ કામગીરી કરીને ૨૦૦૦૦ અસરગ્રસ્ત પરિવારના ઘરેથી અંધારપટ દૂર કરી અંજવાળા કર્યા છે.

પોરબંદર જિલ્લા પ્રશાસન અને પીજીવીસીએલ કોર્પોરેટ કચેરીના સંકલનથી સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાંથી ૨૦ ટીમોને પોરબંદર બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનિક ૨૫૦ ટીમોની રચના કરીને ૨૪ કલાક કામગીરી કરી કર્મચારીઓએ પોરબંદરમાં ખૂબ જ ઓછા સમયમાં રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ કરી છે. 

ચાલુ વરસાદમાં તેમજ પોલ પર નીચે પાણી અને પીજીવીસીએલના કર્મચારીઓએ સાહસ કરીને પોલ ઉપર ચડી જુદા જુદી સંસાધનોનો ઉપયોગ કરીને ૨૪ કલાકમાં ખાસ કરીને શહેરી વિસ્તારમાં અને સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ ઝડપી કામગીરી કરી વીજ સેવા શરૂ કરતાં સ્થાનિક નાગરિકોએ પણ પીજીવીસીએલના કર્મચારીઓને સ્થળ પર બીરદાવ્યા હતા. હજુ પણ વરસાદી સ્થિતિમાં તેમજ પવનને લીધે જ્યાં ફોલ્ટ આવે છે ત્યાં પણ મિનિમમ સમયમાં રીપેરીંગની કામગીરી ચાલુ છે.

પીજીવીસીએલના એમડી શ્રીમતી પ્રીતિ શર્મા, ચીફ એન્જિનિયર શ્રી આર.જે. વાળા અને શ્રી એન.સી. ઘેલાણીના માર્ગદર્શન હેઠળ પોરબંદરમાં જામનગરથી મુખ્ય ઇજનેર તેમજ અમરેલી થી કાર્યપાલક ઇજનેરને પોરબંદર ડેપ્યુટ કરીને ઉપરાંત સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાંથી ૨૦ ટીમ અને સ્થાનિક ૨૫૦ ટીમોએ જિલ્લામાં જ્યોતિ ગ્રામના ૧૬ ફીડર અર્બનમાં ૧૧ અને એગ્રીકલ્ચરના ૧૨ ફીડર એમ કુલ ૪૯ અસરગ્રસ્ત ફીડર નો સર્વે કરી બે દિવસમાં કુલ ૪૨ ગામોમાં પોરબંદર શહેર સહિત ૨૩૮ અસરગ્રસ્ત પોલ ઉભા કરી પુનઃ કાર્યરત કરીને પાંચ બળી ગયેલા ટ્રાન્સફોર્મર પણ રીપેર કર્યા હતા. જેટકો દ્વારા જીઆઇડીસી પોરબંદર ખાતેના ૬૬ કેવી સબ સ્ટેશનમાં પાણી ભરાઈ ગયું હતું, તે પણ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવ્યું હતું. 

જિલ્લા કલેકટર શ્રી કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ પણ સંકલનથી કામગીરી કરીને પીજીવીસીએલ દ્વારા કામગીરી કરવામાં આવી છે તેમ સૌનો આભાર માનતા પોરબંદર પીજીવીસીએલ સર્કલના સુપ્રિટેન્ડેન્ટ કિરણબેન પટેલએ જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.