સિટી બસે વૃદ્ધને હડફેટે લેતા મોત
રાજકોટમાં બેફામ દોડતી સિટી બસે વૃદ્ધને હડફેટે લેતા મોત નિપજતા ચકચાર મચી ગઇ હતી. સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં રોડની સાઈડમાં ચાલીના જતા 65 વર્ષીય ડાયાભાઈ રાજાભાઈ લુણાસીયાને હડફેટે લીધા હતા. બનાવ બન્યાની થોડી મિનિટ ઊભો રહી બસ ચાલક ફરાર થઈ ગયો હતો.
બસ ચાલક સામે ફરિયાદ નોંધાવનાર મૃતકના પુત્ર મહેશભાઈ ડાયાભાઈ લુણાસીયા (ઉ.વ.34, રહે. આંબેડકરનગર શેરી નં.10, રામદેવ કૃપા મકાન, મકવાણા પાનની બાજુમાં સુરેશભાઈ દવેરાના મકાનમાં ભાડેથી રાજકોટ મુળ નાગબાઇ ચોક, ભીમરાવનગર, માંડાડુંગર રાજકોટ) એ જણાવ્યું કે, અમે બે ભાઈઓ તથા બે બહેનો છીએ. ગઇકાલે તા.22/7/2424ના સવારના આશરે સાતેક વાગ્યાની આસપાસ હું તથા મારા માતા દેવુબેન અમે અમો અમારા ઉપરોકત દર્શાવેલ સરનમામે ઘરે હતા. ત્યારે અમારા લતામાં રહેતા વ્યકિતએ આવી, મને બોલાવીને કહેલ કે, તારા પપ્પા ડાયાભાઇને કોઇએ લગાડી દીધેલ છે. એટલી વાત કરતા હું તેમની સાથે સમ્રાટ ઇન્ડસ્ટ્રી વિસ્તાર શેરી નં.30 મેઈન રોડ, સરદાર મેન્યુફેકચ કારખાના સામે રોડ પર ગયેલ. ત્યાં જોતા મારા પપ્પા ડાયાભાઇ રોડ પર પડેલ હતા અને તેને હાથ તથા પગના ભાગે લોહી નીકળતું હતું. ત્યાં ભીડ થઈ જતા કોઇએ 108 બોલાવતા 108 આવી જતા અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવતા અને હું પણ ગયેલ હતો. અહી ઇમરજન્સી રૂમમાં મારા પિતાને દાખલ કરતા ત્યાં ફરજ પરના ડો.જે.જી. વાગડીયાએ મારા પિતાને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.
મારા પિતા ડાયભાઈને જમણા પગના ભાગે, ડાબા હાથની કોણીના ભાગે તથા ડાબી બાજુ છાતીના ભાગે ગંભીર ઇજા થતા શરીરે છોલછાલ જેવી ઇજાઓ થયેલ છે.
સવારના આશરે સાતેક વાગ્યાની આસપાસ મારા પિતા ડાયાભાઈ પોતાના કામ સબબ બહાર જતા હતા. ત્યારે સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ શેરી નં.30 મેઇન રોડ ચાલીને જતા હતા ત્યારે કોઈ અજાણ્યા બસના ચાલકે પોતાના હસ્તકનું વાહન પુરઝડપે, બેદરકારીથી, ગફલતભરી રીતે અને માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી, મારા પિતાને સાઈડમાંથી ઠોકર મારતા તે પડી ગયા હતા.માલવિયાનગર પોલીસે અજાણ્યા બસ ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. પરિવારે જણાવ્યા મુજબ, ડાયાભાઈ છૂટક મજૂરી કામ કરતા હતા. તેને સંતાનમાં બે દીકરા અને બે દીકરી છે. ડાયાભાઈ બે બહેન અને બે ભાઈમાં મોટા હતા. બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.