ભાડુકા જાર શ્રી દરિયાલાલ દાદા મંદિર ખાતે પ્રથમપાટોત્સવ ઉજવણી - At This Time

ભાડુકા જાર શ્રી દરિયાલાલ દાદા મંદિર ખાતે પ્રથમપાટોત્સવ ઉજવણી


*ભાડુકા ખાતે શ્રી દરિયાલાલ દાદા નો પ્રથમ પાટોત્સવ ઉજવાશે*

*પ્રમુખ નવિનભાઈ પુજારા ની દેખરેખ હેઠળ મંદિર વિકાસ થી વેગવંતુ બન્યું*

મુળી ના ઉમરડા ભાડુકા ના સિમાડે આવેલ ભવ્ય મંદિર શ્રી દરિયાલાલ દાદા મંદિર સમસ્ત લોહાણા સમાજ નું આસ્થા નું પ્રતિક સમાન છે દરબીજ ના દિવસે ભક્તો નો માનવમહેરામણ ઉમટી પડે છે ભક્તિ સાથે ભોજન પ્રસાદ નો હરિહર નો સાદ અને દરિયાલાલ દાદા નો નાદ સાંભળવા મળે છે પ્રકૃતિ ના ખોળે બેસી આનંદ ની લાગણી થકી તરબોળ ભક્તો અને સેવકો સતત મંદિર ના વિકાસ માટે ખડેપગે ઊભા હોય છે ત્યારે આગામી ૩૦-૬-૨૪ ના રોજ પ્રથમ પાટોત્સવ ઉજવાશે તેમ મંદિર ના પ્રમુખ શ્રી નવિનભાઈ પુજારા એ જણાવ્યું હતું સાથે વરુણયજ્ઞ અને સમુહ યજ્ઞોપવિત રાખેલ છે જેમાં સંતો મહંતો ઉપસ્થિત રહેશે જેમાં કમીજળા મંદિર ના મહંત શ્રી જાનકીદાસજી શ્રી મુકુંદભાઈ વસાણી ગોગા મહારાજ ની જગ્યા કુવાડવા શ્રીમાન હર્ષદ ભગત શામજી ભગત ની જગ્યા બામણબોર અને વાંકાનેર ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી સહિત અનેક આગેવાનો હાજરી આપશે તેમ નવિનભાઈ પુજારા ની યાદીમાં જણાવ્યું હતું

*રામકુભાઇ કરપડા મુળી*


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image