સરકારી આયુર્વેદ દવાખાનું, રોહીશાળા ખાતે તા.૨૩ મી ના રોજ ચાર સ્લેબવાળા નોનયુઝ જર્જરિત ઓરડા- સ્ટોરરૂમ- બાથરૂમ જર્જરિત કંડીશનમાં ઉતારવાની જાહેર હરાજી થશે - At This Time

સરકારી આયુર્વેદ દવાખાનું, રોહીશાળા ખાતે તા.૨૩ મી ના રોજ ચાર સ્લેબવાળા નોનયુઝ જર્જરિત ઓરડા- સ્ટોરરૂમ- બાથરૂમ જર્જરિત કંડીશનમાં ઉતારવાની જાહેર હરાજી થશે


સરકારી આયુર્વેદ દવાખાનું, રોહીશાળા ખાતે તા.૨૩ મી ના રોજ ચાર સ્લેબવાળા નોનયુઝ જર્જરિત ઓરડા- સ્ટોરરૂમ- બાથરૂમ જર્જરિત કંડીશનમાં ઉતારવાની જાહેર હરાજી થશે

બોટાદના રોહીશાળા ગામે સરકારી આયુર્વેદ દવાખાનાના ચાર સ્લેબવાળા નોનયુઝ જર્જરિત ઓરડા- સ્ટોરરૂમ- બાથરૂમ જર્જરિત કંડીશનમાં ઉતારવાની જાહેર હરાજી તા.૨૩ મી મે, ૨૦૨૩ ને મંગળવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સરકારી આયુર્વેદ દવાખાના, રોહીશાળા ખાતે સરકારશ્રીના નિયમ મુજબ રાખવામાં આવી છે જાહેર હરાજીના સમયના અડધો કલાક પહેલા આ હરાજીમાં ભાગ લેવા ડીપોઝીટ પેટે રૂ.૧૦૦૦/- ભરનાર જ જાહેર હરાજીમાં ભાગ લઇ શકશે. હરાજી માં ભાગ લેનારે ચારેય રૂમો સ્થળપર જોઇને જ ભાગ લેવો. જાહેર હરાજીની બોલી અને શરતો સ્થળ પર વાંચી સંભળાવવામાં આવશે, તેમ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત બોટાદ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

રીપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.