જિલ્લા રોજગાર વિનિમય કચેરી-બોટાદ દ્વારા જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તે હેતુસર ભરતી મેળાનું આયોજન - At This Time

જિલ્લા રોજગાર વિનિમય કચેરી-બોટાદ દ્વારા જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તે હેતુસર ભરતી મેળાનું આયોજન


(અજય ચૌહાણ દ્વારા)
જિલ્લા રોજગાર વિનિમય કચેરી-બોટાદ દ્વારા જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્કાય સ્પીનટેક્સ પ્રા.લી. લાઠીદડ દ્વારા હેલ્પર/જનરલ વર્ક (ફક્ત બહેનો)ની જગ્યા માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-૧૦/ધોરણ-૧૨ પાસની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે ભરતી મેળો યોજાશે. અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ સ્કાય સ્પીનટેક્સ પ્રા.લી. લાઠીદડ, બોટાદ ખાતે તા.૧૮/૧૦/૨૦૨૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પર જોબસીકર તરીકે નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદનો સંપર્ક કરવા ઈ.ચા. જિલ્લા રોજગાર અધિકારીશ્રી, બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image