જસદણના ભાડલા ગામે પોલીસે દેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો કબ્જે કરી રાજકોટના ત્રણ બુટલેગરોની ધરપકડ કરી
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણના ભાડલા પોલીસ મથકના પી.આઈ. જે. એચ. સિસોદિયા અને સ્ટાફે બાતમીના આધારે ભાડલાની વીરપર ચોકડી પાસે બે કાર ભરેલ 1600 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે કારમાં સવાર રાજકોટના બુટલેગર પ્રકાશ ચૌહાણ, હિરેન રાજપરા, અને વસંત ગણાતરાની ધરપકડ કરી. પોલીસે રૂ.3.20 લાખનો દારૂ, મોબાઈલ, બે કાર મળી રૂ.12,27,000 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નોંધનીય છે કે જસદણ પંથકમાં દારૂના વ્યસનીઓએ પોતાનું શરીર તો બગાડી નાખ્યું છે. પણ પોતાના પરિવારને પણ આર્થિક પાયમાલ કરી નાખ્યું છે. વ્યસન માટે દારૂડિયાઓ હાલ ગમે તે હદે જઈ શકે છે. તે સમાજ માટે ખતરારૂપ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
