સાવરકુંડલામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે સુરેશભાઈ પાનસુરીયા દ્વારા દીર્ઘાયુ મહાયજ્ઞ કરાશે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hage3hxf3uxwl07i/" left="-10"]

સાવરકુંડલામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે સુરેશભાઈ પાનસુરીયા દ્વારા દીર્ઘાયુ મહાયજ્ઞ કરાશે.


સાવરકુંડલામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે સુરેશભાઈ પાનસુરીયા દ્વારા દીર્ઘાયુ મહાયજ્ઞ કરાશે.

આગામી તારીખ 17 સપ્ટેમ્બર ના રોજ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પુરા ગુજરાત માં ક્યારેય ન બનેલી એવી ઘટના સાવરકુંડલાના આંગણે બનવા જઇ રહી છે અને એક રેકોર્ડ થવા જઈ રહો છે કે જેનો આખું સાવરકુંડલા આજીવન ગૌરવ લઈ શકશે , તેઓ આ અદભુત કાર્યક્રમ સાવરકુંડલાના ( જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ) શ્રી સુરેશભાઈ પાનસુરીયા દ્વારા થવા જઈ રહ્યો છે તે અંતર્ગત સાવરકુંડલામાં આગામી તારીખ 17 સપ્ટેમ્બર 2022 ને શનિવારના રોજ સવારના આઠ થી સાંજના પાંચ કલાક સુધી દીર્ઘાયુ મહાયજ્ઞ સાવરકુંડલા હાથસણી રોડ આંખની હોસ્પિટલના ગ્રાઉન્ડ ખાતે થવા જઈ રહ્યું છે તે અંતર્ગત નેત્ર નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં મોતિયાના ઓપરેશન ફ્રી કરી આપવામાં આવશે ઓપરેશન માટે દર્દી નારાયણ એ તારીખ 16 ,9 , 22 સુધીમાં આંખની હોસ્પિટલ ખાતે તપાસ કરાવી નામ નોંધાવવાનું રહેશે આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે માનનીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા અને ઉદ્ઘાટક તરીકે દિલીપભાઈ સંગાણી અને યજ્ઞ આચાર્ય એવા વેદાંતાચાર્ય શ્રી ભાવેશભાઈ શાસ્ત્રીજી વિશેષ્ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત શહેરના નામી - અનામી વ્યક્તિઓ તેમજ સાવરકુંડલા ની સમગ્ર જનતા અને આસપાસના લોકો પણ આ યજ્ઞમાં હોમ કરવા માટે ઉપસ્થિત રહી શકે છે જેમાં 900 માણસો દ્વારા હોમ કરવામાં આવશે. જેનો લાભ લેવા જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા દ્વારા જણાવવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]