લીલીયા કન્યા શાળા ની વિદ્યાર્થીનીઓ દ્વારા મામલતદાર કચેરીની મુલાકાત કરવામાં આવી
લીલીયા કન્યા શાળા લીલીયાની ધોરણ 8 ની 50 વિદ્યાર્થીનીઓ દ્વારા મામલતદાર કચેરીની મુલાકાત લેવામાં આવેલ. સહ અભ્યાસિક પ્રવૃત્તિના ભાગરૂપે સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષક અશરફભાઈ કાજી દ્વારા મામલતદાર કચેરીની મુલાકાતનું આયોજન કરવામાં આવેલ. આ તકે અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રતિનિધિ ભીખાભાઈ ધોરાજીયા,કાનજીભાઈ નાકરાણી, લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ જીજ્ઞેશભાઈ સાવજ, જિલ્લા ભાજપ અગ્રણી દીપકભાઈ વઘાસીયા,કેતનભાઇ ઢાકેચા, યુવા ભાજપ પ્રમુખ આનંદભાઈ ધાનાણી, તાલુકા ભાજપ અગ્રણી તુષારભાઈ ધોરાજીયા, સ્વામી વિવેકાનંદ ગ્રુપના કેતન બાપુ નિમાવત હાજર રહ્યા હતા. મુલાકાત દરમિયાન મામલતદાર કચેરીની જુદી જુદી શાખાના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીનીઓને અભ્યાસક્રમ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું. નાયબ મામલતદાર વી.કે. મહેતા દ્વારા મહેસુલ શાખામાં આવતી તમામ પ્રકારની સેવાઓની વિસ્તૃત માહિતી જેવી કે ગંગા સ્વરૂપ સહાય, વૃદ્ધ સહાય, કુંવરબાઈનું મામેરુ, મહેસુલ કામગીરી, કાયદો અને વ્યવસ્થા અંગે મામલતદાર કચેરીમાં આવતા કેસો બાબતે વિસ્તૃત સમજૂતી આપી.નાયબ મામલતદાર એમ.આર. પરમાર દ્વારા જન સેવા ને લગતી તમામ કામગીરીથી વાકેફ કર્યા. નાયબ મામલતદાર આર. એમ. ધાધલ્યા દ્વારા પુરવઠા શાખા ને લગતી તમામ માહિતી આપી. નાયબ મામલતદાર એ.કે. પરમાર દ્વારા વિદ્યાર્થીનીઓને મતદારયાદીની સમજ આપી અને બાળકો દ્વારા મતદાન યાદી અંતર્ગત કેવા પ્રકારની કામગીરી કરી શકે તેમજ લોકશાહીમાં બાળકો પોતાનું યોગદાન કઈ રીતે આપી શકે તેમજ તેમના ઘરના સભ્યોને ચૂંટણી સમયે મતદાન પ્રત્યે જાગૃત કરવા બાળકો શું કરી શકે તેની માહિતી આપી.મધ્યાહન ભોજન સુપરવાઇઝર એન.વી. ગોંડલીયા દ્વારા પી.એમ. પોષણ યોજના અંતર્ગત માહિતી આપી મામલતદાર કચેરીના ક્લાર્ક એન.પી. પનોત દ્વારા હિસાબી અને મહેકમ તેમજ જમીન વિષયક કામની માહિતી આપી.તમામ વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ઉત્સાભેર આ મુલાકાતમાં ભાગ લીધેલ હતો તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
