કેશોદ પોલીસે પાંચ લાખના હીરાની ચોરીના આરોપીની અટકાયત કરી - At This Time

કેશોદ પોલીસે પાંચ લાખના હીરાની ચોરીના આરોપીની અટકાયત કરી


કેશોદ પોલીસ સ્ટાફે  કોમ્યુનિકેશ સ્કિલના માધ્યમથી સુરત સીટીના વરાછા પોલીસ સ્ટેશનના ધરફોડ ચોરીમાં ગયેલ પાંચ લાખના હિરા ચોરી મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી કેશોદ પોલીસ

પોલીસ વિભાગના માર્ગદર્શન હેઠળ મિલ્કત સબંધીત ગુન્હાઓ બનતા અટકાવવા સારૂ અસરકારક પગલા લેવા હુકમ કરેલ જે અન્વયે કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈએ મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ અટકાવવા તેમજ ચોરીની પ્રવૃતિ કરતા ઇસમોને પકડી પાડવા માટે કેશોદ પોલીસ સ્ટાફને પેટ્રોલીંગ કરવા સુચના આપેલ જે અન્વયે કેશોદ પોલીસ સ્ટાફે કોમ્યુનિકેશન સ્કિલ માધ્યમથી સંયુક્ત માહીતી મળેલ કે, સુરત સીટી વરાછા પોલીસ સ્ટેશનના  ઘરફોડ ચોરીના ગુન્હામાં ચોરી થયેલ હિરા સાથે એક આરોપી હાલ કેશોદ પોલીસ સ્ટેશનના બસ સ્ટેશન વિસ્તારમાછે હકીકત આધારે બસ સ્ટેશનમા જુદી જુદી જગ્યાએ તપાસ કરતા એક ઇસમ બસ સ્ટેશનના પાછળના ભાગે શંકાસ્પદ જણાતા તેમને કોર્ડન કરી પકડી પૂછપરછ કરતા પોતે પોતાનુ નામ હિરલ ઉર્ફે હિરેન જયસુખભાઇ શિરોયા જાતે પટેલ ઉ.વ.૨૩ ધંધો હિરા ઘસવાનો રહેે હાલ રહે સુરત વરાછા લંબે હનુમાન રોડ માતાવાડી હેમકુંજ સોસાયટી સુરત મૂળ રહે માંડવડાગામ અમરેલી વાળો હોવાનું જણાવેલ અને મજકુરની અંગ ઝડતી કરતા તેના ખીસ્સામાંથી પર્સ મળી આવેલ જે પર્સમાં જોતા હિરા ભરેલ કાગળની પાંચ પડીકીઓ મળી આવેલ જે હિરા બાબતે પુછતા પોતે તા.૧૧/૧૨/૨૦૨૨ ના રોજ સુરત મુકામેથી ચોરી કરેલ હોવાનું જણાવતા તુરત જ બે રાહદારી પંચના માણસોને બોલાવી પંચો રૂબરૂ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ હિરલ ઉર્ફે હિરેન જયસુખભાઇ શિરોયા જાતે, પટેલ ઉ.વ. ૨૭ ધંધો હિરા ઘસવાનો રહે.હાલ રહે સુરત વરાછા લંબે હનુમાન રોડ માતાવાડી હેમકુંજ સોસાયટી સુરત મુળ રહે માંડવડાગામ અમરેલી વાળો હોવાનું જણાવેલ અને પર્સમાંથી મળી આવેલ હિરા જોતા રફ અલગ અલગ પ્રકારના હિરા આશરે ૩૫૩ કેરેટના પાચ પેકેટ જેની અંદાજીત કિમત પાંચ લાખ હિંરાના આધાર પુરાવા હોય તો રજુ કરવાનું કહેતાં આધાર પુરાવો પોતાની પાસે નહિ હોવાનું પંચો રૂબરૂ જણાવલ જેથી હિરાની અમોએ ખરાઇ ખાતરી કરતા વરાછા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં ફરિયાદી ભરતભાઇ જીવરાજભાઇ ઢોલા સુરત વાળાછે જેથી સદરહુ હિરા જેની કિમત પાંચ લાખ ગણી પંચો રૂબરૂ તપાસ અર્થે કબજે કરેલછે અને મજકુર ઇસમની ધોરણસર અટક કરવામાં આવેલછે અને મજુકર પાસેથી મળી આવેલ હિરા પંચનામાંની વિગતે કબજે કરવામાં આવેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.