ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ઝુડવડલી ગામમાં વર્ષો જૂની ચેક ડેમના કામને મંજૂરી લાખો રૂપિયાની રકમ કાળવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/h931cwecmf46jekn/" left="-10"]

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ઝુડવડલી ગામમાં વર્ષો જૂની ચેક ડેમના કામને મંજૂરી લાખો રૂપિયાની રકમ કાળવી


તા:14 ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ઝુડવડલી ગામમાં વર્ષો જૂની ચેકડેમની માંગણી કરતા ધારાસભ્યશ્રી પુંજાભાઈ વંશનેં સફળતા મળી ત્યારે હવે પછીથી ધરતીપુત્ર બારેમાસ ઉત્પાદન લઈ શકશે જેને લઇને ઝુડવડલી ગામે પાણી સંગ્રહ કરવા તળાવો ઉપર વિયર રિચાર્જ ડેમ બાંધવાની યોજના મૂકવા ઉનાના ધારાસભ્યશ્રી પુંજાભાઇ વંશએ રાજ્ય સરકારના જળ સંપતિ પાણી પુરવઠા કલ્પસર વિભાગ સહિતના વિભાઞોને રજૂઆત કરી માંઞ કરી રહ્યા હતા જેને લઇ ને ઝુડવડલી નજીક 3516.50 લાખ નાં ખર્ચે રાજય સરકાર એ ચેકડેમ બાંધવાની મંજુરી આપી છે

જેમાં પ્રચાર થતી ઉના ઞીર ઞઢડા પંથકની અનેક નદીઓનાં સીધા પાણી દરિયામાં જતા રહેતા હોવાને કારણે કાંઠાળા વિસ્તારમાં ઉનાળા દરમિયાન નદી નાળા તળાવો સુકાય જવાના કારણે આ ઞામઙાઓમાં પાણીની સમસ્યા થતી હતી અને સિંચાઇ યોજના અંતર્ગત ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને દરિયાઇમાં ખારશ વધવાને કારણે લોકોનાં આરોગ્યનેં પણ વધું ખતરો થવાની સંભાવના હતી એને ધ્યાનમાં લઈને હવે આ પાણી પિવામાં પણ ઉપયોગ થશે જેમાં આ પાણીના સંગ્રહ થવાથી ખેડૂતોને મોટા ફાયદા સાથે દરિયાઈ કાંઠા વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર થશે ક્ષારમાં પણ નિયંત્રણ મેળવી શકાશે આ સૂચિત યોજના મુજબ વીયર ચેકડેમ સ્ટોરેજની કેપેસીટી 1.45 એમ.સી.એમ 51.130 એમ.સી.એફ ટી મુજબ બનાવા પણ મંજુરી આપી દેવામાં આવી છે

જેમાં ચેકડેમ બનાવવાથી વરસાદના પાણી મસુંદરી નદી મારફતે દરિયામાં વહી જતા પાણી અટકી જશે અને ઉના પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મીઠા પાણીનો સંગ્રહ થવાના કારણે ખેડૂતો બારેમાસ ઉત્પાદન પણ લઈ શકશે સાથે સિંચાઇનો લાભ પણ મળશે તળ પણ ઊંચા આવશે પીવાના પાણીની સમસ્યા દૂર થશે આગળ વધતી દરિયાની ખારાશ અટકશે ક્ષારનું પ્રમાણ પણ અટકાવવાથી લોકોને ગંભીર રોગનું પ્રમાણ પણ ઘટશે ત્યારે પુંજાભાઇ ધારાસભ્ય વંશની વર્ષો જુની માંગણી સંતોષાતા આ પંથકના લોકોમાં ચારે તરફ હરિયાળી સર્જાતી જોવા મળશે એવી ખુશી આ પંથકનાં લોકોમાં જોવાં મળી હતી

પ્રેસ રિપોર્ટર ડિ.કે.વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]