ધોરણ 12 સામાન્ય પ્રવાહ અંગ્રેજી (013) વિષયના પેપરમાં માધ્ય.અને ઉચ્ચ.માધ્યમિક શિક્ષણ બોર્ડનો મોટો છબરડો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/h8wmd1zgkd7fnpkd/" left="-10"]

ધોરણ 12 સામાન્ય પ્રવાહ અંગ્રેજી (013) વિષયના પેપરમાં માધ્ય.અને ઉચ્ચ.માધ્યમિક શિક્ષણ બોર્ડનો મોટો છબરડો.


ધોરણ 12 સામાન્ય પ્રવાહ અંગ્રેજીના પેપરમાં બોર્ડનો મોટો છબરડો.

આજરોજ લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ એચ.એસ.સી. ના પેપર માં પુછાતી એપ્લિકેશન પૂછી જ નથી.6 ગુણ નું નુકશાન.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પરિપત્ર નંબર: મઉ મશબ/સંશોધન/૨૦૧૯/૨૭૦૫-૪૨ તા: ૩૧/૭/૨૦૧૯ ના અનુસંધાને સંયુક્ત નિયામક શ્રી બી.એન રાજગોર સાહેબ દ્વારા એક પરિપત્ર બહાર પાડીને એવું જણાવ્યું હતું કે પ્રશ્ન નંબર 61 માં વિકલ્પ તરીકે એપ્લિકેશન પૂછવી પણ આજરોજ લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ (013)ના પેપરમાં આપવામાં એપ્લિકેશન પૂછી જ નથી જેથી વિદ્યાર્થીઓને આ પ્રશ્નમાં 6 ગુણ નો અન્યાય થાય તેવું છે. વિદ્યાર્થીઓ દ્વારા આખું વર્ષ એપ્લિકેશન તૈયાર કરી હતી પણ જે બોર્ડના પ્રશ્નપત્રમાં વિકલ્પ તરીકે આ પ્રશ્ન પૂછાયો જ નથી તો જે વિદ્યાર્થીઓએ આ પ્રશ્ન લખ્યું હોય તો તેઓને પૂરેપૂરા 6ગુણ આપવા વિદ્યાર્થી વાલીઓ ની પ્રબળ માંગ ઉઠી છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]