મેંદરડા ના દાત્રાણા રોડ પર આવેલ વેકરા વિસ્તાર સહીતના ખેતરોમાં જંગલી ભુંડ નો આંતક - At This Time

મેંદરડા ના દાત્રાણા રોડ પર આવેલ વેકરા વિસ્તાર સહીતના ખેતરોમાં જંગલી ભુંડ નો આંતક


મેંદરડા: મેંદરડા ના વેકરા વિસ્તાર સહીતના ખેતરોમાં જંગલી ભુંડ નો આંતક

જંગલી ભુંડના ટોળા ખેતરોમાં ઘુસી ઉભા પાકને ખેદાન મેદાન કરી નાખ્યું વ્યાપક પ્રમાણમાં ખેડૂતો ને નુકસાન સહન કરવાનો વારો મેંદરડા પંથકમાં જંગલી ભુંડ નો આતંક પ્રકાસ માં આવ્યો છે ત્યારે મેંદરડા ના ખેડુત પરસોતમ ભાઈ ઢેબરીયા ના જણાવ્યા અનુસાર મેંદરડા પંથકમાં ખેડૂતો એ વિવિધ ખેત પેદાશોનું ઓરવણુ કરેલ હતું ત્યારેમગફળી મા અત્યારે ડોડવા થવા લાગ્યા છે પણ અત્યારે વેકરા વિસ્તાર માં ખેડુતો ના ખેતરો મા જંગલી ભુંડો ના ઝુંડ અવાર નવાર આવી જાય છે ત્યારે કાલે રાત્રે પણ બહોળી સંખ્યામાં ભુંડ ખેતરોમાં ધુસી ગયાં હતાં અને ખેડુતો નો કાચો અને ઉભો તૈયાર થઈ રહેલા પાક ને ખેદાન મેદાન કરીને ખેડૂતો ને વ્યાપક નુકસાન કરેલ છે, હાલ ની પરિસ્થિતિ ખેડૂતો ની દયનીય છે રાત ઉજાગરા કરી ને પાક નુ રખોપુ કરવા જાય છે ત્યારે ખેડૂતો થાકી ને થોડીવાર માટે સુવાની કોસીસ કરે ને નિંદર આવી જાય ત્યાં તો ભુંડો મગફળી કે અન્ય પાકો ને ઉથલાવી ને સોથ બોલાવી નાંખે છજેથી સરકાર શ્રી દ્વારા આવા ભુંડો નો વહેલી તકે નિકાલ કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામેલ છે

આજને આજ પરિસ્થિતિ રહેશે તો આવનારા દિવસોમાં ખેડૂતોનો પાક બચી સકસે નહીં અધુરામાં પૂરું મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે વરસાદને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી હાલ પરિસ્થિતિ ઉદ્ભભવી રહી છે માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ જંગલી ભુંડ ના ટોળા ની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માગણી ઉઠવા પામી છે

રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.