કોમર્સ કૉલેજ, મોડાસામાં વાનગી સ્પર્ધા યોજાઈ
ધી મ. લા. ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત શ્રી એચ.એસ. શાહ કૉલેજ ઓફ કોમર્સમાં તા.18/09/24 ના રોજ પોષણ માસની ઉજવણીના ભાગ રૂપે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મિલેટ્સ આધારીત ફરસાણ અને મિઠાઈ એમ બે વિભાગમાં યોજાયેલ આ સ્પર્ધામાં કુલ 29 વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમે વિજેતા વિધ્યાર્થીઓને કૉલેજના કાયૅકારી આચાર્ય ડો.એમ.કે. પટેલ તથા પ્રભારી મંત્રીશ્રી સુભાષભાઇ શાહે અભિનંદન આપ્યા હતા.
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.