રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા, ડી.જી.એફ.ટી રાજકોટ ના સહયોગ થી ૪ દિવસીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમિટ - At This Time

રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા, ડી.જી.એફ.ટી રાજકોટ ના સહયોગ થી ૪ દિવસીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમિટ


રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા, ડી.જી.એફ.ટી રાજકોટ ના સહયોગ થી ૪ દિવસીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમિટ

રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા, ડી.જી.એફ.ટી રાજકોટ ના સહયોગ થી ૪ દિવસીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમિટ, બી. ટુ . બી મીટ અને ફેક્ટરી વિઝિટ પ્રોગ્રામનો શુભારંભ ગુરુવાર સવારે થયો . આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે જોઈન્ટ ડી.જી .એફ.ટી શ્રી રોહિત સોની, ઝામ્બિયાના હાઈ કમિશ્નર શ્રી પર્સી ચાંદા , ફીજી ના હાઈ કમિશ્નર શ્રી જગન્નાથ સામી ઉપસ્થિત રહેલ. આ સમિટ માં ઝામ્બિયા, ફિઝી, નેપાળ, ટોગો, ગીની - કોનાકરી , ટોગો અને યુગાન્ડા ના બિઝનેસમેન - વુમેન જોડાયા છે પ્રથમ દિવસે ઉપસ્થિત દેશો અને રાજકોટ ની કંપનીઓના પ્રેઝન્ટેશન અને વ્યક્તિગત મિટિંગો યોજાઈ. ત્યારબાદ શુક્રવારે થી તમામ ડેલિગેટ્સ રાજકોટ ની વિવિધ ફેકટરીઓની મુલાકાતે જશે વિવિધ પ્રકારની ૧૫ થી ૨૦ ફેકટરીઓની મુલાકાત ડેલિગેશન દ્વારા લેવામાં આવશે. સૌરાષ્ટ્ર ના વેપાર ઉદ્યોગ અને સંસ્કૃતિ ની આંતરરાષ્ટ્રીય ઓળખ પ્રસ્થાપિત કરવાના સંસ્થા ના પ્રયાસો ના ભાગરૂપે યોજાયેલ આ કાર્યક્રમ વધુ મક્કમતાથી અને સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.