રાજકોટમાં દેશી દારૂના ધંધાર્થીઓ પર ત્રાટકવાનો પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનો આદેશ
રાજકોટ તા. ૨૬: ગઇકાલે બોટાદ જીલ્લામાં સર્જાયેલા ઝેરી દારૂ કાંડમાં ૩૧ લોકોના મોત થતાં હાહાકાર મચી ગયો છે. આ ઘટનાના પગલે રાજ્યભરમાં પોલીસ એલર્ટ બની ગઇ છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને એડીશનલ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે વહેલી સવારથી જ રાજકોટમાં દેશી દારૂના દરોડા સઘન બનાવવા આદેશ આપતાં ક્રાઇમ બ્રાંચની અડધો ડઝન ટુકડીઓ જુદા જુદા વિસ્તારોમાં ત્રાટકી હતી. જો કે મોટી માત્રામાં દારૂ કે આથો મળી આવ્યો નહોતો. રૈયાધાર મફતીયાપરા, કુબલીયાપરા, આજીડેમ ચોકડી આસપાસના મફતીયાપરાઓ અને જંગલેશ્વર નદી કાંઠે તેમજ થોરાળા અને પ્ર.નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પોપટપરાના ઉપરના ભાગના રોણકી ગામમાં ક્રાઇમ બ્રાંચની ટૂકડીઓએ દેશી દારૂ અને આથો શોધી કાઢવા તથા આવી પ્રવૃતિ સાથે સંકળાયેલા શખ્સોને શોધી કાઢવા તપાસ ચાલુ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.