વઢવાણ લીંબડી રોડ પર મીની બસમાં શ્રાવણીયો જુગાર ધામ પર દરોડો, એક સગીર સહિત 7 ઝડપાયા. - At This Time

વઢવાણ લીંબડી રોડ પર મીની બસમાં શ્રાવણીયો જુગાર ધામ પર દરોડો, એક સગીર સહિત 7 ઝડપાયા.


રોકડ રૂ.18,680, મોબાઇલ નંગ 8 કિ.રૂ. 53,500 મીની બસ રૂ. 8,00,000 સહિત કુલ રૂ. 8,72,180નો મુદ્દામાલ જપ્ત કર્યો.

વઢવાણ લીંબડી રોડ પર આવેલા નાના કેરાળા ગામના પાટીયા પાસે બાતમીના આધારે રસ્તા ઉપર મીની બસમાં રમાતો જુગારનો વઢવાણ પોલીસે પર્દાફાશ કર્યો હતો આ જુગારમાં 7 શખસને રોકડ, મીની બસ સહિત કુલ રૂ.8.72 લાખના મુદ્દામાલ સાથે 7 શખસને પોલીસે દબોચી લીધા હતા ડીવાયએસપી વી. બી. જાડેજા, ઇન્ચાર્જ ડીવાયએસપી વી. એમ. રબારી સાહેબના માર્ગદર્શન અને સૂચનાથી વઢવાણ પોલીસે કાર્યવાહી કરી હતી ચાલુ બસમાં ચાલતા જુગારનો પર્દાફાશ કરવામાં પીએસઆઈ આર. એચ. ઝાલા, એએસઆઈ વી. એન. પરમાર, અજયસિંહ, જયપાલસિંહ, દિપકભાઈ, અરવિંદભાઈ સહિતની ટીમે દ્વારા જુગારની રમવાની નવા નવા કિમિયા અજમાવતા જુગારીઓથી પોલીસતંત્ર પણ ચોંકી ઊઠ્યું હતું લીંબડીથી વઢવાણ તરફ રાત્રિના સમયે એક મીની ટ્રાવેલ્સ બસ આવી રહી હતી ત્યારે વઢવાણ પોલીસ સ્ટાફના માણસોને બાતમીના આધારે વઢવાણ લીંબડી રોડ નાના કેરાળા ગામના પાટીયા પાસે જ રેડ કરી હતી જેમાં વઢવાણ આર્યસમાજ મંદિર પાસે રહેતા હરેશભાઈ પ્રેમજીભાઈ જાદવ પોતાની કબ્જાવાળી મીની ટ્રાવેલ્સ બસમાં પાછળની સીટોમાં ફેરફાર કરી બારીમાં કપડાના પડદા લગાવી ચાલુ બસમાં બહારથી માણસોને બોલાવી પોતાના અંગત ફાયદા માટે નાળ ઉઘરાવી ગંજીપાના વડે જુગાર રમાતો હોવાનું ધ્યાને આવતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી આ મીની બસમાં જુગાર રમતા હરેશભાઈ પ્રેમજીભાઈ જાદવ, ભરતસિંહ ઉર્ફે ધવલસિંહ ઉદયસિંહ મોરી, ભરતભાઈ રવજીભાઈ લકુમ, ધીરૂભાઈ કાનજીભાઈ ડોડીયા, શક્તિસિંહ મહિપતસિંહ નકુમ, પંકજભાઈ મેરૂભાઈ ખાંદલા અને કાયદાના સંઘર્ષમાં આવેલું એક બાળક સહિત સાત લોકોને ઝડપી લીધા હતા બનાવ સ્થળેથી પોલીસે રોકડ રૂ. 18,680 તથા મોબાઇલ નંગ 8 રૂ. 53,500 તથા મીની બસ રૂ. 8,00,000 સહિત કુલ રૂ. 8,72,180નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.