ધંધુકા પડાણા રોડ પર તળાવની કેનાલમાં ગટરનું પાણી: રહેવાસીઓને મોઢે રૂમાલ બાંધીને નીકળવું પડે છે, પૂર્વ કોર્પોરેટરે કરી રજૂઆત
ધંધુકા પડાણા રોડ પર તળાવની કેનાલમાં ગટરનું પાણી: રહેવાસીઓને મોઢે રૂમાલ બાંધીને નીકળવું પડે છે, પૂર્વ કોર્પોરેટરે કરી રજૂઆત
અમદાવાદ જીલ્લા ના ધંધુકા પડાણા રોડ પર તળાવની કેનાલમાં ગટરનું પાણી ભળતા આજુબાજુના વિસ્તારોમાં દુર્ગંધ અને અસહ્ય પરિસ્થિતિ સર્જાઈ છે. આઝાદ નગર, કયલાસ નગર, એકતા સોસાયટી, શાંતિ વન, ખોડિયાર નગર અને કૃષ્ણ બાગ જેવા વિસ્તારોના રહેવાસીઓ માટે આ સમસ્યા દિનપ્રતિદિન ગંભીર બનતી જાય છે.
રહેવાસીઓને મોઢા પર રૂમાલ બાંધીને નીકળવું પડે
ગટરનું પાણી કેનાલમાં ભળતા વિસ્તારમાં ભારે દૂષિત વાતાવરણ ફેલાઈ રહ્યું છે. પરિસ્થિતિ એટલી બિસ્માર છે કે અહીંના રહેવાસીઓને મોઢા પર રૂમાલ કે કપડા બાંધીને બહાર નીકળવું પડે છે. ખાસ કરીને બાળકો અને વડીલો માટે આ પરિસ્થિતિ આરોગ્ય માટે ગંભીર ખતરો ઊભો કરી રહી છે.
ત્રણ કોર્પોરેટરો હોવા છતાં કોઈ પગલાં કેમ નથી લેવામાં?
જ્યારે આ વિસ્તારના લોકો આ સમસ્યાથી વર્ષો થી પરેશાન છે, ત્યારે હકીકત એ છે કે આ વિસ્તારમાં ત્રણ કોર્પોરેટરો હોવા છતાં કોઈ હલ પૂરું પાડવા માટે આગેકદર નથી. રહેવાસીઓએ અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવાયા નથી.
પૂર્વ કોર્પોરેટરે રજૂઆત કરી, તંત્ર સતર્ક થશે?
આ મામલે પૂર્વ કોર્પોરેટરે મ્યુનિસિપલ તંત્ર સમક્ષ રજૂઆત કરી છે અને તાત્કાલિક કામગીરી કરવાની માગણી કરવામાં આવી છે. જો તંત્ર દ્વારા સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો સ્થાનિક લોકો વધુ ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર બનશે.
રહેવાસીઓની માંગ:
ગટરનું પાણી કેનાલમાં ભળવાનું તાત્કાલિક બંધ કરવું.
પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી.
તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરવી.
શહેરના તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરો આ સમસ્યાને ગંભીરતાથી લે.
હવે જોવાનું રહ્યું કે તંત્ર આ સમસ્યાને ક્યારે અને કેવી રીતે ઉકેલે છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
