ભાભર પોલીસે મધરાત્રીએ સ્વિફ્ટ ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. - At This Time

ભાભર પોલીસે મધરાત્રીએ સ્વિફ્ટ ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.


બનાસકાંઠા:ભાભર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ દિનેશભાઈ હોકી,પોલીસ કોન્સ્ટેબલ કમલેશ ભાઈ વ્યાસ તેમજ ડ્રાઈવર હીરાભાઈ સહિતનાઓ પોલીસકર્મીઓ નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સ્વીફ્ટ ગાડીમાં દારૂ ભરેલ હોવાની હકીકત બાતમી મળતાં ભાભર સરકારી હોસ્પિટલ પાસે સ્વિફ્ટ ગાડીને ઉભી રખાવી તલાસી લેતાં તેમાંથી ઇંગ્લિશ દારૂ વોડકા,રોયલ સ્ટ્રોંગ અને બિયરની બોટલો મળી આવી હતી, જોકે ગાડી ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઇ ગયો હતો,પોલીસે મુદ્દામાલ ભાભર પોલીસ સ્ટેશન લાવી ગાડી સહિત ૨,૪૩,૧૪૦નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image