ગારીયાધાર તાલુકામાં વેળાવદર ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો - At This Time

ગારીયાધાર તાલુકામાં વેળાવદર ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો


ગારીયાધાર તાલુકામાં વેળાવદર ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 ના બીજા દિવસે ગારીયાધાર તાલુકાનાં વેળાવદર ખાતે પ્રાથમિક શાળા તેમજ હાઇસ્કૂલમા ગારીયાધારનાં મામલતદારએ બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.

વેળાવદર ગામે પ્રાથમિક શાળાઓમાં અને હાઈસ્કુલ માં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો તેમાં મામતદાર અને અધીકારી તેમજ પદઅધિકારી અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં બાળકોનો શાળા પ્રવેશ થયો હતો

દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક પુસ્તકો તેમજ શાળા ગણવેશ આપવામાં આવ્યો હતો અને બાળકોને નાસ્તા અને સાથે ભોજન નું પણ આયોજન થયું હતું

ગામની અંદર ભણવાની ઉંમરનું કોઈ બાળક શિક્ષણ થી વંસિત ન રહી જાય તે માટે સૌને માહિતગાર કર્યા હતા. સાથે સાથે વ્રૃક્ષા રોપણ પણ કરવામાં આવ્યું હતું

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગારીયાધાર મામલતદાર કુભાણી નાયબ મામલતદાર કાન્તિભાઈ.બોરડાભાઇ.શિક્ષણ સંઘ પ્રમુખ બિપીનભાઈ આલ. ગારીયાધાર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન કનુભાઈ સાંડસુર. તેમજ અમારા આદરણીય ગુરૂ સમાન તખુભાઇ સાંડસુર. શિક્ષણગણ. તેમજ સમસ્ત ગ્રામજનો હાજર રહી બાળકોને શાળામાં પ્રવેશોત્સવ કરાવી શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.