બોલ સે ભરૂચ પૂછ સે ભરૂચ ટીમ દ્વારા ગૌ માતા માટે પૂર્વ પટ્ટી વિસ્તાર માં રોટી બેંક નો કોન્સેપ્ટ ઝાડેશ્વર ચોકડી થી તવરા વિસ્તારમાં ચાલુ કરવામાં આવ્યો. - At This Time

બોલ સે ભરૂચ પૂછ સે ભરૂચ ટીમ દ્વારા ગૌ માતા માટે પૂર્વ પટ્ટી વિસ્તાર માં રોટી બેંક નો કોન્સેપ્ટ ઝાડેશ્વર ચોકડી થી તવરા વિસ્તારમાં ચાલુ કરવામાં આવ્યો.


બોલ સે ભરૂચ , પૂછ સે ભરૂચ ની ટીમ દ્વારા ગૌ માતા માટે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં "રોટી બેંક" નો કોન્સેપ્ટ પ્રારંભિક ધોરણે ઝાડેશ્વર ચોકડી થી તવરા વિસ્તારમાં રંગ સ્કાય સિટી સોસાયટીમાં શુભારંભ કરવામાં આવ્યો.

જે અંતર્ગત આ વિસ્તારના નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. હિન્દુ સંસ્કૃતિ માં ભોજન ગ્રહણ કરતાં પૂર્વે રોટી ગાયને ખવડાવ્યા બાદ ભોજન કરવાની ઋષિ મુનિઓએ વારસામાં આપેલી પરંપરા નું પાલન આજે પણ થઈ રહ્યું છે. ગાય પણ સોસાયટી વિસ્તારોમાં ઘર આંગણે આવીને ઊભી રહે છે ત્યારે બોલશે ભરૂચ, પૂછશે ભરૂચ ની ટીમ દ્વારા "રોટી બેંક" થીમ ના માધ્યમથી સૌ પ્રથમ રંગ સ્કાય સિટી સોસાયટીમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી. આ કોન્સેપ્ટ પ્રારંભિક ધોરણે સાકાર બનતાં અન્ય સોસાયટીઓમાં કાર્યરત બનશે. જયાં જયાં રોટી બેન્ક માટે જે વ્યવસ્થા બનાવી છે ત્યાં ત્યાં જે તે સોસાયટીના પ્રમુખ તેમજ સ્થાનિક લોકોની સાફ સફાઈ ની જવાબદારી નિભાવવામાં આવશે.
વધુમાં ગમે ત્યાં રોટી ન મૂકતાં જ્યાં વ્યવસ્થા બનાવવામાં આવી છે તે રોટી બેન્ક ના ડ્રમ માં મુકવામાં આવે તેવી બોલશે ભરૂચ, પૂછશે ભરૂચ ની ટીમ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. ઉતરાયણ ના દિવસે પણ જેઓ ઘૂઘરી બનાવે છે તેમને પણ આ રોટી બેન્ક ની વ્યવસ્થા કરવામાં આવી છે તેનો જ ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.

સોહેલ મન્સુરી, ભરૂચ
૯૯૯૮૪૧૨૫૬૨


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.