નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે ઉદ્દીશા પ્રકલ્પ અંતર્ગત “બેઝિક ઇંગલિશ સ્કીલ” પર વ્યાખ્યાનનું આયોજન કરાયું….
નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના આચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ ઉદ્દીશા પ્રકલ્પ અંતર્ગત "બેઝિક ઇંગલિશ સ્કીલ" પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યુ. તે નિમિત્તે મુખ્ય વ્યાખ્યાતા તરીકે જે.એન્ડ.જે કૉલેજ ઓફ સાયન્સ જી.નડિયાદથી અલ્પા ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયનું મહત્વ સમજાવી પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ અલ્પા ચૌધરી માટે સ્ટેજ ખુલ્લો મુકવામાં આવ્યો. અલ્પા ચૌધરીએ અંગ્રેજી વિષયના વ્યાકરણ પર ભાર મુક્યો. અલ્પાબેને અંગ્રેજીમાં ખૂબ જ ઉપયોગી એવા Tense ની ઉપયોગી એવી તમામ માહિતી વિદ્યાર્થીઓને આપી. તેમણે અંગ્રેજી કેવી રીતે સરળતાથી શીખી શકાય અને જીવન ઉપયોગમાં લાવી શકાય એ માટેના સૂચનો સૂચવ્યા તથા અંગ્રેજીને સાંભળવાથી, બોલવાથી, વાંચવાથી અને લખવાથી કેવી રીતે અંગ્રેજીને સરળ બનાવી શકાય એ માટેના ઉપયોગી એવી માહિતી વિદ્યાર્થીઓને આપી.
અંતે વધુમાં અલ્પા ચૌધરીએ સરકારી પરીક્ષાઓમાં પણ અંગ્રેજીના પ્રશ્નો અને તેના ઉકેલ કેવી રીતે લાવી શકાય તે બાબતે ચર્ચા કરી પોતાના વક્તવ્ય પૂર્ણ કર્યું અંતે ઉદીશા કો.ઓર્ડીનેટર દિગેશ પવાર અલ્પા ચૌધરી દ્વારા આટલા સુંદર વકતવ્ય બદલ, માર્ગદર્શન આપવા બદલ આચાર્ય ડૉ.જી.આર.પરમારનો અને સાથી અધ્યાપક મિત્રો અને વ્હાલાં વિદ્યાર્થીઓનો આભાર માની રાષ્ટ્રગીત કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે
