લાઠી બાબરા દામનગર ભાજપ સરકારની નિષ્ફળતા અંગે રાજસ્થાનના શ્રમમાં મંત્રી સુખરામ બિસ્નોઈ સહ પ્રભારી ગોપાલ મીના ની ઉપસ્થિતિમાં વિશાળ સંખ્યામાં લાઠીખાતે  બેઠક 

લાઠી બાબરા દામનગર ભાજપ સરકારની નિષ્ફળતા અંગે રાજસ્થાનના શ્રમમાં મંત્રી સુખરામ બિસ્નોઈ સહ પ્રભારી ગોપાલ મીના ની ઉપસ્થિતિમાં વિશાળ સંખ્યામાં લાઠીખાતે  બેઠક 


લાઠી બાબરા દામનગર ભાજપ સરકારની નિષ્ફળતા અંગે રાજસ્થાનના શ્રમમાં મંત્રી સુખરામ બિસ્નોઈ સહ પ્રભારી ગોપાલ મીના ની ઉપસ્થિતિમાં વિશાળ સંખ્યામાં લાઠી ખાતે  બેઠક                                      આજરોજ લાઠી કડવા પટેલ બોર્ડિંગ ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓને એક વિશાળ બેઠક શ્રમ મંત્રી સુખરામ બિસ્નોય ની ઉપસ્થિતિમાં યોજાઇ હતી તેમાં રાજસ્થાનના શ્રમ મંત્રી એ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે વિકાસની વાતો ચાલે છે અમદાવાદ થી લાઠી પહોંચવા માટે રસ્તો આજે બિસ્માર્ છે અને ખાસ કરીને વલભીપુર થી બગોદરા પહોંચી ન શકાય તો ભાજપનો ક્યાં વિકાસ છે શ્રમ મંત્રી તરીકે ગુજરાતમાં મેં જોયું છે યુવાનો રોજગાર વગર આંટા મારે છે બેન દીકરીઓની સલામતી નથી છાશવારે લઠ્ઠાકાંડમાં અનેક લોકો જાન ગુમાવે છે ત્યારે સરદાર અને ગાંધીની ભૂમિએ હવે વિચારવાની જરૂર ઊભી થઈ છે દેશના વડાપ્રધાન આઇ.બી ના રિપોર્ટથી સરકાર હલી ચૂકી છે તેથી નત નવા ફત્વા બહાર પાડી ઇ.ડી ઇન્કમટેક્સ ના નામે કોંગ્રેસના આગેવાનોને ડરાવી રહી છે પણ આ એ કોંગ્રેસ છે કે જેમાં દસ વરસ જવાહરલાલ નેહરુએ જેલમાં કાપ્યા સરદાર વલ્લભભાઈ પટેલ કે ગાંધીજી જુક્યા નથી ત્યારે કોંગ્રેસ પક્ષ કોઈનાથી ડરશે નહીં તેમજ જુકશે નહીં ગુજરાતમાં હવે હવે પરિવર્તન લાવ્યા વગર કોંગ્રેસ જંપશે નહીં રાજસ્થાનના ધારાસભ્ય ગોપાલ મીનાએ નવાઈ વ્યક્ત કરી જણાવ્યું હતું કે અમારા મનમાં ગુજરાત બાબતમાં કંઈક વિશેષ છાપ હતી પરંતુ અહીંયા આવ્યા પછી ગુજરાતની શું પરિસ્થિતિ છે તે જાણ્યા પછી દુઃખ થાય છે અને ગુજરાતની પ્રજાને હાકલ કરું છું ધર્મની નીતિમાં હવે છેત્રાશો નહીં પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ વધ્યા છે રાખડી ઉપર પણ ટેક્સ નાખીને આ ભારતીય જનતા પાર્ટીએ બહેનોને પણ બાકી નથી રાખ્યા પૂર્વ વિરોધ પક્ષના નેતાએ તેની આગવી શેઈલીમાં  લાઠી બાબરા વિસ્તારના કાર્યકર્તાઓને સંબોધ્યા હતા અને જણાવ્યું હતું કે વીરજીભાઈ માત્ર અહીંયા નથી બોલતા વિધાનસભામાં પણ રોકવા પડે છે અને બોલવામાં એને ભાજપ રોકી ન શકે એક ગેર ની ગાડી છે વિધાનસભામાં બોલતા હોય તો ભાજપ પણ સ્તભ્ધ થઈ જાય છે આ વિસ્તારના ધારાસભ્યશ્રી વેલજીભાઈ રસ્તા પીવાના પાણીને અગ્રતા અને હવે વીજળીને પણ આપવા માટેની વાત કરી કરેલ કામગીરીની લોકોને જાણ કરી હતી. વિસ્તારના લોકો તેમના કામથી સંતુષ્ટ છે તેનો ધારાસભ્યશ્રીને ગર્વ છે તેમ જણાવ્યું હતું. લોકસભાના મહિલા ઇન્ચાર્જ શિપ્રા અવસ્થી પૂર્વ ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલીયા એ પણ પોતાની આગ વિશેની માં વાત કરી લોકોને કોંગ્રેસની સરકાર લાવવા અપીલ કરી હતી આ કાર્યક્રમમાં લાઠી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આંબાભાઈ કાકડીયા શેર સમિતિના પ્રમુખ સુરેશભાઈ ગોયાણી જામનગર શેર સમિતિ સચિન બોખા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ જીતુભાઈ વાળા તાલુકા પંચાયત નગરપાલિકા તેમજ પૂર્વ સભ્યશ્રીઓ બાબરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસમતભાઈ ચોવટીયા મનસુખભાઈ પડશાલા સહમંત્રી બાવલાલ હિરપરા દિલીપ સનુંરા રાજેશ દેવાણી કુલદીપ બસિયા કલ્પેશ લુખી ભરત લાડોલા કે કે વાળા નરેશ અધ્યારું નાનુભાઈ લાડોલા ઇમરાન શેતા અહેમદ શેખ તેમજ કિરીટસિંહ ગોહિલ અને રૂમી શેખ સહિતના ઇન્ચાર્જશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા સભાનું સંચાલન ચંદુભાઈ સાકરીયા કર્યું હતું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »