400 દીકરીને આપાતકાલીન સ્થિતિ સામે લડવા અને સાયબર ફ્રોડથી બચવા માર્ગદર્શન અપાયું
રાજકોટના હેમુગઢવી હોલમાં 17 માર્ચે સાહસિક પ્રવૃત્તિ અને પ્રોત્સાહન શિબિર યોજાઇ
રાજકોટના હેમુગઢવી હોલમાં 17 માર્ચે રાજ્યકક્ષાની સાહસિક પ્રવૃત્તિ અને પ્રોત્સાહન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં એનડીઆરએફ, પોલીસ, ફોરેસ્ટ અને રાજકોટ મનપાની ફાયરની ટીમના સહયોગથી વિવિધ કોલેજની 400 દીકરીઓએ ખાસ તાલીમ મેળવી હતી અને આ સાહસિક શિબિરમાં આપાતકાલીન પરિસ્થિતમાં કઇ રીતે બચવું તે સહિતની એસડીઆરએફ રાજકોટની ટીમ દ્વારા તાલીમ આપવામાં આવી હતી તેમજ આપાતકાલીન સ્થિતિમાં ઉપયોગમાં લેવાતા સાધનોની સમજ અપાઇ હતી. તેમજ રાજકોટ સાયબર પોલીસ સ્ટેશનના પીએસઆઇ વેગડ દ્વારા સાયબર સિક્યુરિટીની અને ફ્રોડથી કઇ રીતે બચવું તે અંગેની માહિતી આપવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
