તે મને જીઈબીમાં પકડાવેલ છે’ કહીં ખેડૂતને કૌટુંબિક ભત્રીજાએ પાઈપનો ઘા ઝીંકી દીધો
તે મને જીઈબીમાં પકડાવેલ છે કહીં ખેડૂતને કૌટુંબિક ભત્રીજાએ પાઈપનો ઘા ઝીંકી દેતાં બેભાન થઈ ઢળી પડ્યાં હતાં. તેઓને બેભાન હાલતમાં સારવારમાં ખસેડી આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. જ્યારે સામાપક્ષે રવિ ગારૈયા પણ ઘાયલ થતાં સારવારમાં ખસેડાયો હતો.
બનાવ અંગે રાજકોટના વડાળી ગામે રહેતાં વલ્લભભાઈ મોહનભાઈ ગોરૈયા ડાભી (ઉ.વ.35) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રવી સોમા ગારૈયાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ખેતી કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાની આસપાસ તેઓ મારી વાડીએથી ગામમા તેમના બાળકોને સ્કુલેથી તેડવા જતો હતાં ત્યારે ધમાભાઇ પટેલની વાડી પાસે પહોચતા કૌટુમ્બિક ભાઈનો છોકરો રવી ગોરૈયા ડાભીએ તેમને ઉભો રાખેલ અને કહેવા લાગેલ કે, તે મને જી.ઈ.બી. પકડાવેલ છે, જેના કારણે મારે દંડ ભરવો પડેલ છે તેમ કહી બોલાચાલી કરી ગાળો બોલવા લાગેલ જેથી તેને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇ ગયેલ અને તેમના પાસે રહેલ લોખંડનો પાઇપ માથામાં અને શરીરે ઝીંકી દિધો હતો. જેથી તેઓ રસ્તામા પડી ગયેલ હતાં અને આરોપી નાસી છૂટ્યો હતો.
બાદમાં ઈજાગ્રસ્તના ભાઈ આવી જતાં 108 મારફતે તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.જયારે સામાપક્ષે રાજકોટના વડાળી ગામે રહેતાં રવિ સોમાભાઈ ગારૈયા (ઉ.વ.24) પણ ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો અને હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે, તેમની સાથે તેના કાકા વલ્લભ ગારૈયા ગાળો બોલતા હોય જેમને ગાળો બોલવાની ના પાડતાં તે ઉશ્કેરાયા હતાં અને ઢોર મારમારતાં મોઢાના ભાગે અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસે ઈજાગ્રસ્તનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.