ગિરનાર સાહિત્ય મંચ અને રૂપાયતન જૂનાગઢ દ્વારા ગુજરાતના ૧૧૧ કવિ રચિત ૧૫૧ કવિતાઓના કાવ્યસંપુટનું થયું વિમોચન - At This Time

ગિરનાર સાહિત્ય મંચ અને રૂપાયતન જૂનાગઢ દ્વારા ગુજરાતના ૧૧૧ કવિ રચિત ૧૫૧ કવિતાઓના કાવ્યસંપુટનું થયું વિમોચન


ગિરનાર સાહિત્ય મંચ અને રૂપાયતન જૂનાગઢ દ્વારા ગુજરાતના ૧૧૧ કવિ રચિત ૧૫૧ કવિતાઓના કાવ્યસંપુટનું થયું વિમોચનભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા રેગ્યુલર અભ્યાસો સાથે પ્રવાસન, પ્રાકૃતિક કૃષિ, વનૈાષિધય સંશોધનાત્મક અભ્યાસક્રમો થઇ રહ્યા છે, ત્યારે યુનિ. માત્ર ડિગ્રી, આપી કોર્ષિસ ચલાવવા પુરતી સિમીતી ન રહેતા પ્રવેશ-પરિક્ષા-પરિણામનાં માળખામાંથી બહાર આવી સમાજનાં અંત્યોદય લોકો સુધી જવા, સમાજનાં પ્રશ્નોને વાચા આપવી, બનતી ઘટનાઓ પ્રત્યે સજાગતા કેળવી લોકો સુધી પહોંચવુએ પણ યુનિ.નું કામ છે – પ્રો.(ડો.) ચેતન ત્રિવેદી,કુલપતિ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી જૂનાગઢ ગિરનાર સાહિત્યમંચ અને રૂપાયતન જૂનાગઢ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જૂનાગઢના કવિ શ્રી દિલીપ ધોળકિયા દ્વારા ૧૧૧ કવિઓ રચિત ૧૫૧ કવિતાઓ સંપાદિત ગિરનાર આરાધિત વિશિષ્ટ કાવ્યસંગ્રહ મહા મહિમાવંત ગીરનાર પુસ્તકનું વિમોચન પદ્મશ્રી વિષ્ણુભાઇ પંડ્યાના હસ્તે કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત કવિ-કવિયત્રીઓને સંબોધતા કાર્યક્રમનાં અધ્યક્ષ અને પૂસ્કત વિમોચક પદ્મશ્રી વિષ્ણુભાઇ પંડ્યાએ જણાવ્યુ હતુ કે ગિરનાર એ સાહીત્ય, ભુગોળ, ઈતિહાસ અને જીવન દર્શન છે. ગિરનાર પર આલેખાયેલ કાવ્યરચનાનાં રચિયીતાઓને બિરદાવી શ્રી પંડ્યાએ ભક્તકવિ નરસીંહ મહેતા યુનિ. દ્વારા ડો. ચેતન ત્રિવેદીનાં વડપણમાં ચાલતા અભ્યાસક્રમો અને સામાજીક પ્રવૃતિને બીરદાવી હતી. કાર્યક્રમનાં મુખ્ય મહેમાન ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ના કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યુ કે શબ્દના સાધક એવા ૧૧૧ કવિ-કવિયત્રી-ગઝલકારોએ રચેલી કાવ્યની રચનાઓ અને એ પણ માત્ર ગિરનાર પર એનાથી આજે ગુરૂપૂર્ણિમા પર્વે ગિરનારની પૂજા-અર્ચનાનો સાક્ષાત્કાર થયો છે. રૂપાયતન પરિસર તો સાહિત્ય,સંગીત, નાટ્ય, ચિત્ર, પ્રકૃતિ, પર્યાવરણનું ગિરનારી મુળ છે. કવિઓ દ્વારા ગિરનારની કાવ્ય સાધના છે. ગુજરાતનાં નવોદિત્ત કવિશ્રીઓ દ્વારા ભક્તકવિ નરસિંહ મહેતનાં જીવન પર કાવ્યસાધના થાય, નવાચાર-આચ્છાંદ સત્યતઃ નવપ્રયોગો ઐતિહાસીક સત્ય સમજ અને સંકસ્કૃતિને કાવ્યમાં સ્થાન આપી કવિતા રચાય આ સાથે ગિર-ગિરનાર સિંહ નરસિંહની ભુમિ છે ત્યારે સાહિત્યથી બહાર આવી સિંહ સવર્ધન જાગૃતિ કાવ્યો રચાય એટલુ જ જરૂરી છે. ગિરનારની ઐાષધિય વનસ્પતિ અને પ્રકૃતિને ઓળખી કાવ્ય રચાય એ પણ જરૂરી છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. ખાતે અત્યાર સુધી ૫૯૨ જેટલા છાત્રોએ પી.એચડી કરી રહ્યા હોય જેમાંથી ૨૯૧ ને પી.એચ.ડી.ની ડીગ્રી હાંસલ થઇ ચુકી છે.આમાં યુવા સંશોધકોએ સ્થાનિક બાબતોને અગ્રીમતા આપી છે. યુનિ.દ્વારા ઓર્ગેનિક ફાર્મીંગમા પ્રગતિ થાય તે દિશામાં નવા અભ્યાસક્રમોનો સમાવેશ કર્યો છે. જૂનાગઢએ પૈારાણિક-આધ્યાત્મિક, સ્થાપત્યો સાથે ગિર-ગિરનારઅને સાગરની વિપુલ પ્રાકૃતિક સંપદાઓની વિપુલ ઉપલબ્ધી ધરાવતો હોય ત્યારે પ્રવાસનલક્ષી અભ્યાસક્રમોને અગ્રીમ બની રહ્યા છે ત્યારે કવિ-કવિયત્રીઓને આહવાન કરતાં ડો. ત્રિવેદીએ ઉમેર્યુ હતુ કે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી નવોદિત કવિઓને પ્લેટફોર્મ પુરૂ પાડવા ઉત્સુક છે. તમે જ્ઞાન અને સમજ સાથે આવો..યુનિ.નું કામ લોકો સુધી પહોંચવાનું છે. યુનિ.નું કામ માત્ર ડિગ્રી આપવાનું કે માત્ર કોર્ષીસ ચલાવવા પૂરતુ સિમિત્ત નાબનતાપ્રવેશ-પરિક્ષા-પરિણામનાં માળખામાંથી બહાર આવી સમાજનાં છેવાડાનાં લોકો સુધી જવુ, સમાજનાં પ્રશ્નોને વાચા આપવી, બનતી ઘટનાઓ પ્રત્યે સજાગતા કેળવવી એ પણ યુનિ.નું કાર્ય છ આ પ્રસંગે રૂપાયતન સંસ્થાનાં હેમંત નાણાવટીએ ગિરનાર અને ગિરનારનાં વનપ્રદેશ અને ઐતિહાસીકતાની વાત કરી ગિરનારનાં ૪૦૦ જેટલા ઐાષધિય ઝાડ-છોડની વાત કરી યુનિ. સાથે સંકલન કરી હર્બોલીયમ નિયામણ કરવા યુનિ. સાથે રૂપાયતનની તત્પરતા હોવાની વાત કરી હતીઆ પ્રસંગે કવિ શ્રી ડો. સતિનભાઈ દેસાઈ (પરવેઝ દીપ્તિ ગુરુ), જૂનાગઢ મહાનગરનાં મેયર ગિરીશભાઇ, કવિ શ્રી રમેશભાઈ ઠક્કર, કવિ શ્રી પ્રતાપસિંહ ડાભી (હાકલ), હેમંતભાઈ નાણાવટી, શ્રી જયશ્રીબેન પટેલ, ભાનુપ્રસાદ દવે, ડોક્ટર જીતુભાઈ ખુમાણ સહિત ગુજરાત અને વિવિધ પ્રાંતોમાંથી પધારેલા કવિ, કવિયત્રીઓ, ગઝલકારો ઉપસ્થિત રહ્યા હતા,
અત્રે ઉલ્લેખનીય છે કે ગિરનાર પર વિવિધ કવિઓની કલમે લખાયેલ કવિતા, ગીત, ગઝલ જેવી રચનાઓ એક જ પુસ્તકમાં એકત્રિત કરી અને તેનું સંપાદન થયું તેવી વિરલ ઘટના વર્લ્ડ રેકોર્ડના સ્થાને નામાંકિત થતા વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના પાવનભાઈ સોલંકીના હસ્તે ૧૧૧ કવિ - કવિયત્રી રચિત ૧૫૧ રચના સભર બુકના વિમોચન પ્રસંગે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતુકાર્યક્રમનાં પ્રારંભે અતિથી પરિચય અને સંપાદિત પુસ્તક વિહંગાવલોકન કવિ શ્યામ ઉર્ફે દિલીપ ધોળકીયાએ કર્યુ હતુ. સંચાલન સાહિત્યકાર વિજયભાઈ મહેતાએ કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે આવકાર અને કાર્યક્રમના આભાર દર્શન રમેશભાઈ મહેતાએ કર્યું હતું.

રિપોર્ટ અસ્વિન પટેલ
માહિતી બ્યુરો જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image