બરવાળા તાલુકાના ખાંભડા ગામ પાસેથી મામલતદારે રેડ કરી અનઅધિકૃત ઘઉં, ચોખા, બાલ ભોગનો 1224 કિલો જથ્થા સાથે રીક્ષા અને ચાલકને ઝડપ્યો
રૂપિયા ૧,૩૪,૦૯૪ નો મુદ્દા માલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરાઈ
બરવાળા શહેર તેમજ તાલુકાના ગામડાઓમાં છેલ્લા ઘણા સમયથી રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવતો ઘઉં ચોખાનો જથ્થો રેશનકાર્ડ ધારકો દ્વારા વેચાણ કરવામાં આવતું હોવાના કારોબાર ઉપર બરવાળા મામલતદાર સી.આર. પ્રજાપતિ દ્વારા કડક વલણ દાખવી લાલ આંખ કરી અનઅધિકૃત ઘઉં ચોખાના અનાજનો 1224 કિલોગ્રામ જથ્થો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બરવાળા ખાતે બોટાદ હાઈવે રોડ ઉપર રેશનકાર્ડમાં વિતરણ કરવામાં આવતો ઘઉં, ચોખા અનાજ નો જથ્થો અનઅધિકૃત રીતે વેચાણ તેમજ ખરીદી કરવામાં આવતું હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સી.આર. પ્રજાપતિ તેમજ મહેશભાઈ બલિયા નાયબ મામલતદાર સહિતના કર્મચારીઓ દ્વારા બરવાળા બોટાદ હાઇવે ઉપર દરોડો પાડતા ઘઉં ૧૯૪.૬૮૦કી. ગ્રા તેમજ ચોખા ૧૦૨૯.૯૨૦કી. ગ્રા કુલ કટ્ટા 19 તેમજ બાલભોગના નાના-મોટા પેકેટ મળી કુલ 1224 કી. ગ્રા. ઘઉં,ચોખા, બાલભોગના તેમજ રીક્ષા નંબર,GJ.33.U.0599 મળી કુલ રૂપિયા ૧,૩૪,૦૯૪ ના મુદ્દા માલ જપ્ત કરી રિઝવાન ભાઈ જુસબભાઇ કળગથરા રહે.બોટાદ ઈસમો પાસેથી અનઅધિકૃત ઘઉં, ચોખા, બાલ ભોગના જથ્થા અંગેના બિલો કે પરવાનગી કે અન્ય કોઈ પુરાવાઓ રજૂ કરવામાં નહીં આવતા ઘઉં, ચોખા, બાલભોગનો જથ્થો જપ્ત કરી રિઝવાનભાઈ કળગથરા સામે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે સીઝ કરવામાં આવેલ જથ્થા બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.