કડોદરા ગામમાં UPL LIMITED તથા શંકરા આઈ હોસ્પિટલના સહયોગથી મફત આંખની તપાસ અને ઓપરેશન ક્રિયા શિબિર યોજવામાં આવ્યો હતો. - At This Time

કડોદરા ગામમાં UPL LIMITED તથા શંકરા આઈ હોસ્પિટલના સહયોગથી મફત આંખની તપાસ અને ઓપરેશન ક્રિયા શિબિર યોજવામાં આવ્યો હતો.


UPL લિમિટેડ કંપની અને શંકરા આઈ હોસ્પિટલ દ્વારા કડોદરા પ્રાથમિક શાળા ખાતે નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કડોદરા ગામના ગ્રામજનોએ આ કેમ્પનો લાભ લીધો હતો.

કેમ્પ માં દર્દીને આંખના મોતિયા, છારી જેવા રોગની નિષ્ણાંત ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી

કેમ્પમા તપાસી મોતિયા કે છારી ઓપરેશન માટેના દર્દીઓને સારવાર માટે “શંકરા આઈ હોસ્પિટલ" માં હોસ્પિટલના વાહનો દ્વારા લઈ જવામાં આવ્યા હતાં અને ઓપરેશન પૂર્ણ થઈ ગયા પછી પરત મુકી જવાની સુવિધા આપવામાં આવી હતી.

દર્દીઓને હોસ્પિટલની ગાડીમાં આણંદ ખાતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાં બધી દવા, જમવાનું, રહેવાનું, આ પ્રકારની તમામ સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી.

ઓપરેશન થયેલ તમામ દર્દીઓનેની ઓપરેશન પછીની તપાસ કરી દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું

કેમ્પમાં 40 જેટલા દર્દીઓનું સફળતા પૂર્વક મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું જેનો કડોદરા ગામના સરપંચશ્રી યોગેશભાઈએ UPL લિમિટેડ કંપની અને શંકરા આઈ હોસ્પિટલ નો આભાર વ્યક્ત કર્યો હતો.

સોહેલ મન્સુરી, ભરૂચ
9998412562


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image