ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૨૮૨૮ કિ.રૂ.૫૫,૬૩,૨૬૦/-નાં જથ્થા સહિત કુલ રૂ.૬૪,૧૪,૨૮૦/-નાં મુદ્દામાલ સાથે બે પરપ્રાંતીય ઇસમોને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ - At This Time

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૨૮૨૮ કિ.રૂ.૫૫,૬૩,૨૬૦/-નાં જથ્થા સહિત કુલ રૂ.૬૪,૧૪,૨૮૦/-નાં મુદ્દામાલ સાથે બે પરપ્રાંતીય ઇસમોને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને આગામી વિધાનસભાની ચુંટણીને ધ્યાને લઇ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૧૦/૧૧/૨૦૨૨નાં ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી વિધાનસભા ચુંટણી સંદર્ભે પ્રોહિ./જુગારનાં કેસો શોધી કાઢવા માટે સ.વા./ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન *પી.બી.જાદવ પોલીસ ઇન્સ.,એલ.સી.બી.,ભાવનગરનાંઓને બાતમીરાહે હકિકત મળેલ કે,* ટાટા કંપનીનાં ટ્રકનાં આગળનાં ભાગે કાચ ઉપર જય માંડવરાયજી દાદા, જય ધારેશ્વર દાદા, જય મોમાઇ માં તથા આગળ-પાછળ રજી.નંબર-GJ-13-AT 6369માં બહારનાં રાજયમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ ટ્રક લઇને ધોલેરા તરફનાં રોડથી આવીને સનેસ ટોલનાકા પસાર કરવાનાં છે.જે માહિતી આધારે સનેસ ટોલનાકા પાસે વોચમાં રહેતાં ઉપરોકત વર્ણનવાળા ટ્રક સાથે નીચે મુજબનાં ડ્રાયવર તથા કલીનર હાજર મળી આવેલ. તેઓનાં કબ્જા-ભોગવટાનાં ટ્રકમાંથી નીચે મુજબનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ.જે અંગે તેઓ બંને ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વેળાવદર ભાલ પો.સ્ટે.માં ઇ.પી.કો.કલમ તથા પ્રોહિ.એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

*પકડાયેલ આરોપીઓઃ-*
1. રામનિવાસ ખીયારામ બિશ્નોઇ ઉ.વ.૪૫ ધંધો-ડ્રાયવીંગ રહે.વિષ્નુનગર, પોસ્ટ-વિરાવા, તા.સાંચોર જી.જાલૌર રાજસ્થાન
2. દિનેશ કુમાર કિશનારામ પવાર ઉ.વ.૨૩ ધંધો-કલીનર રહે.સુદાબેરી તા.ગુડામાલાણી જી.બાડમેર,રાજસ્થાન
3. કાલુ બિશ્નોઇ રહે.સાંચોર,રાજસ્થાન (પકડવાનાં બાકી)
*કબ્જે કરેલ મુદ્દામાલઃ-*
1. રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી રીચર એન્ડ સ્મુથર કંપની સીલપેક ૭૫૦ ML પેટી-૨૮૪માં ભરેલ બોટલ નંગ-૩૪૦૮ કિ.રૂ.૧૭,૭૨,૧૬૦/-
2. મેકડોવેલ્સ નં.૧ કલેકશન વ્હીસ્કી ઓરીજનલ કાચની કંપની સીલપેક ૭૫૦ ML પેટી-૫૯૫માં બોટલ નંગ-૭૧૪૦ કિ.રૂ.૨૬,૭૭,૫૦૦/-
3. સીગ્રામ્સ રોયલ સ્ટેગ સુપરીયર વ્હીસ્કી કંપની સીલપેક ૭૫૦ ML પેટી-૧૫૦માં ભરેલ બોટલ નંગ-૧૮૦૦ કિ.રૂ.૭,૨૦,૦૦૦/-
4. માસ્ટર બ્લેન્ડર્સ સીગ્નેચર રેર એજડ સીલેકટ વ્હીસ્કી કંપની સીલપેક ૭૫૦ ML પેટી-૪૦માં ભરેલ બોટલ નંગ-૪૮૦ રૂ.૩,૯૩,૬૦૦/-
5. ટાટા કંપનીનો ટ્રક રજી.નંબર-GJ-13-AT 6369 કિ.રૂ.૮,૦૦,૦૦૦/-
6. વીવો કંપનીનો સીલ્વર કલરનો મોડલ-VIVO Y21e મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/-
7. ઓપો કંપનીનો મોડલ-OPPO A17 મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/-
8. રોકડ રૂ.,૩૧,૦૨૦/-, આધાર કાર્ડ,ડ્રાયવીંગ લાયસન્સ, સીમકાર્ડ, ટ્રકનાં જરૂરી કાગળો તથા ખોટા બનાવેલ બનાવટી મકાઇનાં બિલ, ઇ-વે બિલ કિ.રૂ.૦૦/-, ટ્રકનાં જરૂરી કાગળો, પરમીટનાં કાગળો વિગેરે મળી કુલ કિ.રૂ.૬૪,૧૪,૨૮૦/-નો મુદ્દામાલ

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*

પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ તથા પો.સબ.ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી. જેબલીયા સ્ટાફનાં અનિરૂધ્ધસિંહ ગોહિલ, વનરાજભાઇ ખુમાણ, વિઠ્ઠલભાઇ બારૈયા, ઘનશ્યામભાઇ ગોહિલ, સાગરભાઇ જોગદિયા, બીજલભાઇ કરમટીયા,સંજયભાઇ ચુડાસમા, બ્રિજરાજસિંહ ગોહિલ વગેરે સ્ટાફ જોડાયો હતો. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.