કેશોદની પાઠક સ્કુલ બીજે વર્ષે પણ ભવ્ય સફળતા
પાઠક સ્કૂલ કેશોદ દ્વારા સતત બીજા વર્ષે પણ ઝોન લેવલ STEM QUEZ 3.0 મા જવલંત સફળતા પ્રાપ્ત કરી
પાઠક સ્કૂલ કેશોદ હંમેશા દરેક પ્રવૃત્તિઓમાં અવલ નંબર પ્રાપ્ત કરી રહી છે પછી તે શૈક્ષણિક કે ઇત્તર પ્રવૃત્તિ હોય આજ વર્ષે એસ.એસ.સી. પરીક્ષામાં આ શાળાનો વિદ્યાર્થી કેશોદ કેન્દ્રમાં પ્રથમ આવેલ જ્યારે તાજેતરમાં જ રાજકોટ રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે zone level STEM quiz 3.0 સ્પર્ધા યોજવામાં આવેલી હતી જેમાં રાજકોટ જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા જુનાગઢ પાંચ જીલ્લા માંથી 400 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં કેશોદની પાઠક સ્કૂલ માંથી બે વિદ્યાર્થીઓ એ બાજી મારી હતી આ સ્પર્ધામાં કેશોદ તાલુકામાંથી દેવડીયા કશ્યપ પ્રથમ તથા ટીટીયા નિશિત બીજો ક્રમ મેળવી સમગ્ર કેશોદ તેમજ શાળાની ગૌરવ વધારેલ છે આ બંને વિદ્યાર્થીઓને પાઠક સ્કૂલના સંચાલક સમીર કણસાગરા તથા સ્વાતિ કણસાગરાએ અભિનંદન પાઠવેલા હતા તથા આગામી રાજ્યકક્ષાની આ ક્વિઝ સ્પર્ધામાં સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પણ પાઠવવામાં આવેલ હતી
રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ મો. 97234 44990
9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.