સુરેન્દ્રનગર જિલ્લાનાં પ્રોહી. ગુનામાં છ માસથી ફરાર લીસ્ટેડ બુટલેગર જસદણથી ઝડપી પાડયો. - At This Time

સુરેન્દ્રનગર જિલ્લાનાં પ્રોહી. ગુનામાં છ માસથી ફરાર લીસ્ટેડ બુટલેગર જસદણથી ઝડપી પાડયો.


તા.08/11/2022/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢી પકડી પાડી અસરકારક કામગીરી કરવા માટે એલસીબી ના પીઆઇ વી.વી.ત્રિવેદી સાહેબ તથા પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એસ. પી.ઝાલાને ભારપુર્વક જણાવી જરૂરી સુચના માર્ગદર્શન કરેલ.
જે અન્વયે પેરોલ ફર્લો સસ્ક્વોડના પીએસઆઇ એસ. પી.ઝાલાએ સ્ટાફના માણસોને જીલ્લાના ફરાર નાસતા ફરતા આરોપીઓને એક્શન પ્લાન બનાવી સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસ નો ઉપયોગ કરી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ શોધી પકડવા આરોપીઓ તથા તેઓના કુટુંબીજનોને માહિતી મેળવી તેઓના હાલના સરનામા બાબતે ફળદાયક હકીકત મેળવી તે તમામ જગ્યાઓએ તપાસ કરી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સ્ટાફને સુચના માર્ગદર્શન કરી સાથે રહી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ખાસ મુહીમ હાથ ધરવામાં આવેલ.
જે સુચનાનુસાર આજરોજ પેરોલ સ્કવોડની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સતત પ્રત્નશીલ હતા. દરમ્યાન નાનીમોલડી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11211005922132/2022 પ્રોહી, એક્ટ કલમ 65એએ, 116બી, 81 મુજબના પ્રોહીબીશનના ગુન્હાના છેલ્લા છ માસથી ફરાર લીસ્ટેડ નાસતો ફરતો આરોપી રણછોડભાઇ ઉર્ફે કાળ બોધાભાઇ માણકોલીયા જાતે ત.કોળી ઉ.27, કાળુ ધંધો-મજુરી, રહે. ગોંડલાધાર, તા.જસદણ,જી. રાજકોટ વાળાને ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી જસદણ ખાતેથી શોધી કાઢી મજકુર આરોપીને વિશ્વાસમાં લઇ સદરહું ગુના બાબતે ઉંડાણપુર્વક પુછપરછ કરતા પોતે ઉપરોક્ત ગુન્હામાં ફરાર નાસતો ફરતો આરોપી હોવાની કબુલાત આપતા મજકુર ઇસમને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે નાનીમોલડી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. એલ.સી.બી.ના પીઆઈ વી. વી. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એસ પી ઝાલા તથા સ્ટાફના પો હેડ.કોન્સ. અસ્લમખાન અયુબખાન તથા પો.કોન્સ અશ્વિનભાઇ ઇશ્વરભાઈ તથા રોનકભાઇ રામજીભાઈ તથા અશ્વિનભાઇ કરશનભાઇએ રીતેની ટીમ દ્વારા છેલ્લા છ માસથી ફરાર લીસ્ટેડ નાસતો ફરતો આરોપી પકડી પાડવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon