રાજુલા પોલીસ માર્ચ મહિનામાં રહી આકરા પાણીએ
રાજુલા શહેરમાં માર્ચ મહિનામાં પોલીસ આકરા પાણી એ
એક મહિનામાં 2,74,300 નો દંડ તેમજ 109 વાહન ડિટેલ અને સ્થળ ઉપર 2,16,900 નો દંડ વસૂલવામાં આવ્યો
રાજુલા શહેરમાં માર્ચ મહિનામાં પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી હતી અને લાખો રૂપિયાનો દંડ રાજુલા પોલીસે વસુલાત કરી હતી અને સરકારમાં આવક કરી હતી
જાણવા મળતી વિગત મુજબ રાજુલા પોલીસ દ્વારા વિવિધ અને છેલ્લા એક મહિનાથી માર્ચ મહિનામાં સૌથી મોટી ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં 31 માર્ચ સુધીમાં એમબીએફટ મુજબ એન .સી.કેસ.872 મૂકવામાં આવી અને સ્થળ ઉપર 2,16,900 નો દંડ વસૂલાત કરવામાં આવ્યો હતો. જ્યારે 207 મુજબ 109 વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા અને ડીટેઇન કરેલા વાહનોનો આર.ટી.ઓ દંડ 2,74,300 થવા પામ્યો હતો
આ માર્ચ મહિનામાં કુલ પાંચ લાખ કરતા વધારે ની રકમ સરકારની તિજોરીમાં આવક કરી અને વાહન ચાલકોને દંડ આપ્યો હતો પરિણામે વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો આગામી સમયમાં પણ અને હજુ પણ ટ્રાફિક નું આ કામગીરી કડક માં કડક રીતે ચાલુ રહેશે તેવું પોલીસે જણાવ્યું હતું
આ કામગીરીમાં રાજુલા પી.આઇ.એ.ડી.ચાવડા પી.એસ.આઇ ચૌહાણ ટ્રાફિક ઇન્ચાર્જ વૈભવભાઈ સોલંકી નીરૂભાઈ પરમાર વિજયભાઈ કોટીલા મેહુલભાઈ જોગરાણા તેમજ ટ્રાફિક બ્રિગેડ ના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી..
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
