સાબરકાંઠા જિલ્લાના-: ઇડર પોલિસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા - At This Time

સાબરકાંઠા જિલ્લાના-: ઇડર પોલિસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા


સાબરકાંઠા જિલ્લાના-: ઇડર પોલિસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા.....
----------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-: પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલાનાઓએ સાબરકાંઠા જીલ્લામાં નાસતાં ફરતાં આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા આપેલ સુચના મુજબ પોલિસ ઇન્સ્પેક્ટર એ.જી.રાઠોડ એલ.સી.બી.નાઓના માર્ગદર્શન હેઠળ પોલિસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે.ચાવડા એલ.સી.બી.તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ તથા હેડ કોન્સ્ટેબલ સનતકુમાર તથા પોલિસ કોન્સ્ટેબલ અનિરુધ્ધસિંહ,પ્રહર્ષકુમાર, પ્રકાશભાઇ,ગોપાલભાઇ વિગેરે એલ.સી.બી.સ્ટાફની ટીમ બનાવેલ.ઉપરોકત ટીમના માણસો આજ રોજ ઇડર પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં..

જે દરમ્યાન પોલિસ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ તથા પોલિસ કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહનાઓને હકિકત મળેલ કે મહિપાલભાઇ સન ઓફ નવજીભાઈ ડામોર રહે.ઇટાવડી તા.વિજયનગર જી.સાબરકાંઠા નાઓ ઇડર પોલિસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૦૨૧૧૭૧૨/૨૦૨૧ ઇ.પો.કો.ક.૩૯૫,૩૯૭ મુજબના ગુનાના કામનો આરોપી હાલ મોહનપુર પીક અપ સ્ટેન્ડ પારો રોડ ઉપર ઉભેલ છે જેને શરીરે વાદળી કલરનુ ચોકડી વાળું શર્ટ તથા વાદળી કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે..

જે બાતમી હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ જતાં ત્યા ઉપરોક્ત બાતમી મુજબનો ઇસમ હાજર હોય સદર ઇસમનુ નામઠામ પુછતાં પોતાનું નામ મહિપાલભાઇ સન ઓફ નવજીભાઇ જીવાજી ડામોર ઉ.વ.૨૪ રહે.ઘટાવડી તા.વિજયનગર જી.સાબરકાંઠાનો હોવાનુ જણાવેલ સદર ઈસમનુ નામ પોકેટ કોપ મોબાઇલની મદદથી સર્ચ કરતાં સદર ઇસમ વિરૂધ્ધ ઇડર પોલિસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૦૨૧૧૭૧૨/૨૦૨૧ ઇ.પો.કો.ક.૩૯૫,૩૯૬ મુજબનો ગુન્હો નોંધાયેલ હોય જે ગુન્હાના કામે આરોપીને સી.આર.પી.સી.ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી ઇડર પોલિસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી સારૂ સોંપવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon