મહિસાગર : ઈમાનદારી અને એકતા નું ઉદાહરણ.
આજ રોજ મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના શ્રી યુ.એચ.ભટ્ટ મેમરિયલ હાઈસ્કૂલ મુનપુરના. ભૂતપૂર્વ આચાર્યશ્રી શશીકાંત. પ્રજાપતિ સાહેબનું મુસાફરી દરમિયાન ડોક્યુમેન્ટ્સનું પાકીટ ખોવાઈ ગયેલ હતુ. જે પાકીટ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કાળીબેલ ગામનાં મુસ્લિમ સમુદાયનાં નાગરિક મલેક ઐયુબભાઈ રસુલભાઈને મળેલ હતુ.ઐયુબભાઈ એ આ બાબતની જાણ પાર્ટી સુધી પહોંચવા માટે તેમનાં મિત્ર મલેક મૈયુદ્દીનભાઈ હકીમભાઈ કાળીબેલનો સંપર્ક કરતાં સોશિયલ મીડિયા ના માધ્યમથી મૂળ માલિક સુધી પહોંચી તેમનાં પુત્ર પ્રજય ભાઈને પૈસા તેમજ કિંમતી ડોક્યુમેન્ટસ્ આપીને ઈમાનદાર નાગરિક તરીકેની ફરજ બજાવેલ છે.જે ઉત્કૃષ્ટ કામગીરી બદલ આચાર્યશ્રી દ્વારા ટેલીફોનીક આભાર અને ગૌરવની લાગણી વ્યક્ત કરવામા આવી હતી. આવા નેક કાર્યો ભવિષ્યમાં કરતાં રહો તેવી શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.