સોરઠ – જૂનાગઢ અને ગુજરાતના ઇતિહાસ સંશોધક ડૉ. પ્રદ્યુમ્ન ખાચરનો 6 ફેબ્રુઆરીએ જન્મદિવસ - At This Time

સોરઠ – જૂનાગઢ અને ગુજરાતના ઇતિહાસ સંશોધક ડૉ. પ્રદ્યુમ્ન ખાચરનો 6 ફેબ્રુઆરીએ જન્મદિવસ


ગિરનારનો ભાતિગળ ઈતિહાસ હોય કે જગ જૂની સોરઠ ભૂમિનો ઇતિહાસ હોય કે પછી ગુજરાતના વિવિધ રજવાડાઓની ભાતિગળ વાતો હોય. ડૉક્ટર પ્રદ્યુમ્ન ખાચરની આ વિષયમાં મહારથ છે. 6 ફેબ્રુઆરીએ ડૉ. ખાચરનો જન્મદિવસ છે.
તારીખ 6-2-1969ના રોજ ચોટિલા તાલુકાના સણોસરા ગામે તેમનો જન્મ થયો હતો. પ્રાથમિક શિક્ષણ બગસરામાં લીધું હતું. તેમણે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજ ખાતે પણ અભ્યાસ કર્યો હતો અને 2006માં પીએચડી થયા હતા. 1992થી જૂનાગઢની ડૉક્ટર સુભાષ મહિલા કૉલેજમાં ઇતિહાસ વિભાગમાં કાર્યરત છે. તેમણે ઇતિહાસના 33 પુસ્તકો લખ્યાં છે તેમજ વિવિધ અખબારોમાં ઇતિહાસ વિષયક કૉલમ લખે છે.
તેમનાં પુસ્તકોમાં 'ગિરનારનો ઇતિહાસ', 'સોરઠ અને બરડા પ્રદેશનો ઇતિહાસ', 'સૌરાષ્ટ્રનો ગૌરવવંતો ઇતિહાસ' વગેરે પુસ્તકો સામેલ છે. કાઠિયાવાડ અને ગુજરાતમાં તેમણે અનેક જગ્યાએ યાત્રા કરીને તેમણે ઇતિહાસ વિષયનું સંશોધન લેખન કર્યું છે. રાજ્યમાં તેમજ દેશમાં વિવિધ સૅમિનારોમાં સંશોધનપત્ર રજૂ કર્યાં છે. ઇતિહાસ વિષયની 11 જેટલી ચર્ચાઓમાં તેમના સંશોધન ટાંકવામાં આવ્યાં છે.
ડૉક્ટર ખાચરે ગિરનાર વિશે લખેલા પુસ્તકનું મરાઠી અને અંગ્રેજીમાં ભાષાંતર થયું છે. તેમના જન્મદિવસે ઠેરઠેર અભિનંદન અને શુભેચ્છાનો વરસાદ થઇ રહ્યો છે.
મોબાઇલ નંબર - 9879421025


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image