પંચમહાલ- શહેરા બાયપાસ રોડ પર આવેલા ભોજનાલય ખાતે સીસીટીવી નહી લગાવીને જાહેરનામાનો ભંગ કરતા સંચાલક સામે કાર્યવાહી - At This Time

પંચમહાલ- શહેરા બાયપાસ રોડ પર આવેલા ભોજનાલય ખાતે સીસીટીવી નહી લગાવીને જાહેરનામાનો ભંગ કરતા સંચાલક સામે કાર્યવાહી


શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા બાયપાસ રોડ ખાતે આવેલા ભોજનાલયના સંચાલક દ્વારા સીસીટીવી નહી લગાવીને જાહેરનામાનો ભંગ કરવા બદલ પંચમહાલ જીલ્લા એસઓજી શાખા દ્વારા ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર પંચમહાલ જીલ્લા એસઓજી શાખાની ટીમ શહેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે સમયે હોટલો કે ભોજનાલયોમાં સીસીટીવી ના લગાડવામા આવ્યા હોય તે માટે કાર્યવાહી કરવા સુચના પંચમહાલ પોલીસ વિભાગ દ્વારા આપવામા આવી હતી તે અનુસંધાને શહેરા નગરના બાયપાસ રોડ પર આવેલા ભોજનાલય ખાતે એસઓજી દ્વારા તપાસ હાથ ધરવામા આવી હતી. તપાસ દરમિયાન ભોજનાલયમા સીસીટીવી કેમરા લગાડવામા આવ્યા ન હતા.આથી એસઓજી શાખા દ્વારા જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરીને સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.