જ્ઞાનવાપી પરિસરમાં શ્રાવણ અનુષ્ઠાનની માગણી સાથે સુપ્રીમમાં વધુ એક અરજી
જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં શ્રાવણ મહિના દરમિયાન અનુષ્ઠાનની માગણી કરતી અરજી સુપ્રીમમાં કરવામાં આવી છે. એક તરફ વારાણસીની જિલ્લા કોર્ટમાં જ્ઞાનવાપી મુદ્દે સુનાવણી ચાલી રહી છે. કોર્ટે સતત ત્રણ દિવસ સુધી દલીલો સાંભળી હતી. એ દરમિયાન વધુ એક અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ છે.શ્રાવણ મહિનામાં શિવપૂજાનું મહત્વ છે. એ સંદર્ભમાં અરજદારે શ્રાવણ માસમાં શિવપૂજાની પરવાનગી આપવાની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે. અગાઉ જ્ઞાનવાપીનો કેસ સુપ્રીમમાં પહોંચ્યો હતો. તે વખતે સુપ્રીમે એ કેસ જિલ્લા કોર્ટને ટ્રાન્સફર કર્યો હતો. ત્યારે સુપ્રીમના આદેશથી શિવલિંગ હોવાનો જે સ્થળે દાવો થયો હતો તે સ્થળને સુરક્ષા આપવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.